નીરજ ચોપરાની દરિયાદિલી, દાનમાં આપી આ કિંમતી વસ્તુ !
ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ અનેક સિદ્ધિ પોતાના નામે કરી છે. ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ સહિત અનેક જગ્યાએ ઈતિહાસ રચી ભારતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે. લોકોના દિલ જીતનાર આ ભારતીય સ્ટારે હવે પોતાની સૌથી કિંમતી અને ખાસ વસ્તુ દાનમાં આપી દીધી છે.
નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોક્યો ઓલ્મ્પિકમાં જે ભાલાથી ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેમણે તે ભાલાને ‘ઓલમ્પિક મ્યુઝિયમ’ને દાનમાં આપ્યો છે.
In an iconic moment in the Olympic capital, Indian javelin thrower and Olympic gold medallist @Neeraj_chopra1 gifted his javelin from Tokyo 2020 to the @olympicmuseum, watched on by India's only other individual gold medallist @Abhinav_Bindra.https://t.co/dujKExBoAi
— The Olympic Museum (@olympicmuseum) August 27, 2022
નીરજ ચોપરા ગયા વર્ષે ટોક્યોમાં ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર ભારતના પહેલા એથલીટ બન્યા હતા. ભારતીય સ્ટારએ મ્યુઝિયમને પોતાનો સૌથી અમૂલ્ય ભાલો દાનમાં આપી દીધો.
ભારતીય સ્ટારે 87.58 મીટરના અંતરથી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે કહ્યુ કોઈ પણ એથલીટ માટે બીજાને પ્રેરિત કરવામાં સક્ષમ હોવુ એક મોટુ સન્માન છે.
ઓલમ્પિક મ્યુઝિયમમાં અભિનવ બિંદ્રાની 2008 બીજિંગ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર રાઈફલ પણ સામેલ છે.