અમેરિકામાં ખર્ચની ચિંતા પાછળ ભારતીય આઇટી કંપનીઓની કમાણી પર ખતરો

બેંગલુરુ, 22 માર્ચઃ ભારતની ઇન્ફર્મેશન ટેકનોલોજી – આઇટી કંપની માટે ચાલુ વર્ષ સૌથી ખરાબ પૂરવાર થયુ છે. નોંધનીય છે વૈશ્વિક આઇટી માંધાતા એસેન્શરે પોતાના ત્રિમાસિક ગાળામાં નબળા ખર્ચ અને માંગનો ઉલ્લેખ કરવાની સાથે ખરાબ ગાઇડન્સ જારી કર્યુ છે ત્યારે હવે 2026માં આઇટી કંપનીઓની સ્થિતિમાં સુધારો થઇ શકે તેમ એનાલિસ્ટો જણાવે છે.
જે દેશો સાથે વેપાર કરવામાં આવી રહ્યો છે તેમની પર તાજા અમેરિકન ટેરિફને પગલે વૈશ્વિક સ્તરે વધી રહેલા વેપાર તણાવે ભારતીય આઇટી કંપનીઓ માટે મહત્ત્વના એવા અમેરિકામાં મંદીની ચિંતાને ઇંધણ પૂરું પાડ્યુ છે. છેલ્લા બે મહિનામાં જે કંઇ થયુ છે તેણે ખાસ કરીને નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ તબક્કામાં અનિશ્ચિતતાઓને ઉપલા સ્તરે પહોંચાડી છે અને તેની અસર FY 2026ના સુધારાના દર પર પડશે એમ એચડીએફસી સિક્યુરિટીઝના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ અમિત ચંદ્રાએ જણાવ્યું હતુ.
ભારતનો આઇટી ઇન્ડેક્સ હાલમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15.3 ટકા ઘટ્યો છે જે જૂન 2022થી લઇને અત્યાર સુધીમાં સૌથી ખરાબ ત્રિમાસિક ગાળો દર્શાવે છે. ટોચની કંપનીઓ જેવી કે ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ અને એચસીએલ ટેકનોલોજીઝએ ચાલુ વર્ષે 11.2 ટકાથી 18.1 ટકાનું નુકસાન સહન કર્યુ છે.
નાણાકીય વર્ષ 2025માં નરમ માંગમાં સુધારો અને નબળા મેગા ડીલના પ્રવાહને પરિણામે ભારતીય ટિયર-1 આઇટી માટે નાણાકીય વર્ષ 2026માં મેગા ડીલથી આવકમાં ઘટાડો થશે. “કંપનીઓને જેન AI અપનાવવાના શરૂઆતના તબક્કાથી પણ સ્પષ્ટ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે,” તેમ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના વિશ્લેષકોએ જણાવ્યું હતું.
સિટી રિસર્ચ અંદાજ અનુસાર છે IT કંપનીઓ પોતાના કવરેજમાં નાણાકીય વર્ષ 2025ની જેમ જ નાણાકીય વર્ષ 2026માં 4% ની આવક વૃદ્ધિ અનુભવી શકે છે, જ્યારે મોર્ગન સ્ટેન્લી અપેક્ષા રાખે છે કે ક્લાયન્ટ ખર્ચમાં ઘટાડો થવાને કારણે વૃદ્ધિની ધારણાને નુકસાન થશે.
ચંદ્રાના અનુસાર, જ્યારે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ (BFSI) અને હેલ્થકેર વર્ટિકલ્સે રિકવરીના સંકેતો દર્શાવ્યા હતા, ત્યારે છેલ્લા બે મહિનાની અનિશ્ચિતતાનો અર્થ એ છે કે તમામ સેક્ટરના ગ્રાહકો “વેઇટ એન્ડ વોચ” મોડમાં જઈ રહ્યા છે અને સંભવતઃ ખર્ચમાં ઘટાડો કરી શકે છે.
એસેન્શરે પણ મોટાભાગે ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને કારણે નવા કરારોમાં વિલંબ અને કેન્સલેશન થઇ શકે તેમ દર્શાવ્યુ છે ત્યારે ભારતીય આઇટીમાં મર્યાદિત અસર પડશે.
આ પણ વાંચોઃ આઈપીએલ જુઓ સાવ ફ્રીમાં, આ 22 પ્લાન્સમાં JioHotstarનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે સસ્તામાં