ભારતીયોની આવક થઈ બમણી , 10 વર્ષમાં માથાદીઠ આવકમાં આટલો થયો વધારો
ભારતમાં માથાદીઠ આવકમાં (Per Capita Income) વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની માથાદીઠ આવક ડબલ થઇ ગઈ છે. આ માથાદીઠ આવકમાં દેશના 10 ટકા લોકોનો મોટો હિસ્સો છે. પરંતુ નીચલા સ્તરે અસમાનતા જોવા મળે છે. મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ છેલ્લા 10 વર્ષમાં દેશના લોકોની આવકમાં વધારો થયો છે. PM મોદી એ એના માટે ‘ન્યુ ઇન્ડિયા‘ સંજ્ઞા આપી છે. દેશના માથાદીઠ આવકના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન દરેક ભારતીયની આવક બમણી થઈ ગઈ છે.
PM મોદી સરકારને સત્તાના લગભગ 10 વર્ષ થવા જઈ રહ્યા છે. PM મોદી ઘણીવાર આ સમયગાળાને ‘ન્યૂ ઈન્ડિયા’ની સંજ્ઞાથી સંબોધિત કરે છે અને હવે માથાદીઠ આવક (India Per Capita Income) ના આંકડા દર્શાવે છે કે આ નવા ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં લોકોની આવકમાં જબરદસ્ત વધારો થયો છે અને માથાદીઠ આવક બમણી થઈ ગઈ છે. જો કે, દેશની વસ્તી વચ્ચે તેનું અસમાન વિતરણ એ હજુ પણ એક પડકાર છે.
આ પણ વાંચો : વૈશ્વિક કટોકટીની અસર, 2022-23માં GDP 7% રહેવાનો અંદાજ
આ અંગે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વર્તમાન ભાવે દેશની માથાદીઠ આવક 1,72,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. જે 2014-15માં 86,647 રૂપિયાની માથાદીઠ આવક કરતાં બમણી છે. જ્યારે મૂળ કિંમત એટલે કે બેઝ પ્રાઈસ પ્રમાણે તેમાં લગભગ 35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15માં તે રૂ. 72,805 હતી, જે વર્ષ 2022-23માં વધીને રૂ. 98,118 થવાની ધારણા છે.
મોંઘવારીની દ્રષ્ટીએ આ આ વૃદ્ધિ કઈ નથી
પીટીઆઈના સમાચાર અનુસાર, જાણીતા અર્થશાસ્ત્રી જયંતિ ઘોષનું કહેવું છે કે દેશની GDP વર્તમાન કિંમતો પર જોવા મળી રહી છે, પરંતુ જો આ દરમિયાન દેશના મોંઘવારી દરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ખબર પડશે કે માથાદીઠ આવક આ વધારો ઘણો ઓછો છે.
આ પણ વાંચો : મોંઘવારી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર !
10% લોકોને આવકનો વધુ હિસ્સો મળ્યો
ઉપરાંત, આવકના વિતરણને મહત્વપૂર્ણ ગણાવતા, ભૂતપૂર્વ JNU પ્રોફેસરે કહ્યું, “મોટાભાગનો વિકાસ ટોચની 10% વસ્તીના ખાતામાં ગયો છે. ઉલટું સરેરાશ પગાર ઘટી રહ્યો છે. વાસ્તવમાં, તે કદાચ તેનાથી પણ ઓછું છે.”
કોવિડ સમયગાળા દરમિયાન આવકમાં જબરદસ્ત ઘટાડો
NSOના આંકડા દર્શાવે છે કે દેશમાં કોવિડ સમયગાળા દરમિયાન માથાદીઠ આવક વાસ્તવિક અને વર્તમાન ભાવ બંનેની દ્રષ્ટિએ ઘટી હતી. જો કે, વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન સુધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : મોંઘવારીના માર વચ્ચે ફરી વધ્યો ફુગાવો, જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 6.52 ટકા
આર્થિક સંશોધન સંસ્થા NIPFPના ભૂતપૂર્વ ડિરેક્ટર પિનાકી ચક્રવર્તીએ વર્લ્ડ ડેવલપમેન્ટ ઈન્ડિકેટર ડેટાને ટાંકતા જણાવ્યું કે વાસ્તવિક કિંમતો પર ભારતની માથાદીઠ આવક 2014 થી 2019 દરમિયાન પ્રતિ વર્ષ 5.6 ટકાના દરે વધી છે.તેમણે કહ્યું કે આ વધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સામાજિક ગતિશીલતા સંબંધિત પરિણામોમાં સુધારો જોયો છે. જો આપણે આવકના વિતરણની યોગ્ય નીતિઓ સાથે દર વર્ષે 5 થી 6 ટકાના દરને જાળવી શકીએ તો આ ગતિ ચાલુ રહેશે. જો કે, આપણે દેશમાં આવકની અસમાનતા પર પણ ધ્યાન આપવું પડશે.
સરેરાશ આવક વાસ્તવિકતાને છુપાવે છે
ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઈન ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર નાગેશ કુમારે જણાવ્યું કે વાસ્તવિક કિંમતો પર દેશની માથાદીઠ આવકમાં વધારો થયો છે અને તે વધતી સમૃદ્ધિમાં પણ જોઈ શકાય છે. વધુમાં કહ્યું કે “એ નોંધવું પણ જરૂરી છે કે માથાદીઠ આવક એ ભારતના નાગરિકોની સરેરાશ આવક છે. સરેરાશ આવક ઘણીવાર વધતી અસમાનતાને છુપાવે છે. ઉપલા સ્તરે આવક વધવાનો અર્થ એ થાય છે કે આવકના નીચેના સ્તર પરના લોકો માટે બહુ ફેરફાર થયો નથી.