ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક સેમિફાઇનલમાં આ ટીમનો કરશે સામનો, જાણો મેચ વિશે

  • ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર રીતે ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું

પેરિસ, 5 ઓગસ્ટ: ભારતીય હોકી ટીમે રવિવારે પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર રીતે ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું છે. આ સાથે હોકી ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગ્રેટ બ્રિટન સામે PR શ્રીજેશ સૌથી મોટો હીરો સાબિત થયો છે. તે બ્રિટન અને ગોલ વચ્ચેનો સૌથી મોટો અવરોધ બની ગયો હતો. તેમણે મહત્ત્વના ગોલ બચાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી ગયા. ક્વાર્ટર ફાઇનલમાં એક સમયે બંને ટીમો બરાબરી પર હતી. પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમે બ્રિટિશ ટીમને પછાડીને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે સેમિફાઇનલમાં ભારતીય હોકી ટીમનો સામનો જર્મની સામે થશે.

 

સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો જર્મની સાથે થશે

ભારતીય ટીમ 6 ઓગસ્ટે સેમિફાઇનલમાં જર્મની સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે. ગત ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે હોકીના દિગ્ગજ ખેલાડીઓને સેમિફાઇનલમાં જર્મની તરફથી પડકાર મળશે. જર્મનીએ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હોકીમાં ભારત અને જર્મની વચ્ચે 106 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 26 અને જર્મની 53માં જીત્યું છે. 27 મેચ ડ્રો રહી છે.

બીજી સેમિફાઇનલ નેધરલેન્ડ અને સ્પેન વચ્ચે રમાશે. સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં છેલ્લા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બેલ્જિયમને 3-2થી હરાવ્યું છે. સ્પેને છેલ્લી પાંચ મેચમાં બે ગોલ કર્યા અને બેલ્જિયમને હરાવ્યું. બીજી તરફ નેધરલેન્ડની ટીમે છેલ્લી ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. નેધરલેન્ડે આ મેચ 2-0થી જીતી લીધી હતી.

ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં કુલ 8 ગોલ્ડ જીત્યા છે

ભારતીય હોકી ટીમના અમિત રોહિદાસને ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ કારણોસર ભારતને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહે બ્રિટન સામે પહેલો ગોલ કર્યો હતો. આ પછી બ્રિટનના લી મોર્ટને ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો હતો. 10 ખેલાડીઓ સાથે, ભારતે અદ્ભુત સંરક્ષણ કર્યું અને સારું પ્રદર્શન કર્યું. ભારતીય હોકી ટીમ એવી ટીમ છે જેણે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમે 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.

 

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં હોકી સેમિફાઇનલ શેડ્યૂલ:

નેધરલેન્ડ વિ સ્પેન – 6 ઓગસ્ટ સાંજે 5:30 PM IST

જર્મની vs ભારત – 6 ઑગસ્ટ રાત્રે 10:30 PM IST

આ પણ જૂઓ: ઓલિમ્પિકમાં ભારત સાથે બેઈમાની થઈ ? હોકી ટીમે 3 બાબતો અંગે ફરિયાદ કરી

Back to top button