ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં મલેશિયાને 8-1થી હરાવી જીતની હેટ્રિક લગાવી

Text To Speech
  • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત

ચીન, 11 સપ્ટેમ્બર: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે તેની ત્રીજી રાઉન્ડ રોબિન મેચમાં મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ભારત તરફથી રાજકુમાર પાલે 3, કેપ્ટન હરમનપ્રીત સિંહે 1, જુગરાજ સિંહે 1, ઉત્તમે 1 અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. ભારતે પ્રથમ ક્વાર્ટરથી મલેશિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું અને હાફ ટાઈમ સુધી 5 ગોલ કર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં પોતાના ખાતામાં વધુ 3 ગોલ ઉમેર્યા. ચીનના મોકીમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો આ સતત ત્રીજી જીત છે. અગાઉ, ભારતે તેની પ્રથમ મેચમાં યજમાન ટીમને 3-0થી હરાવ્યું હતું અને ત્યારબાદ બીજી મેચમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું.

 

 

ભારત હવેની મેચમાં કોની સામે ટકરાશે?

રાજકુમાર પાલે ત્રીજી જ મિનિટે ભારતીય હોકી ટીમનું સ્કોરિંગ ખાતું ખોલાવ્યું હતું અને માત્ર 3 મિનિટ બાદ અરિજીત સિંહ હુંદલે પણ ગોલ કર્યો. ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરથી થયો હતો જેમાં જુગરાજ સિંહે યોગદાન આપ્યું હતું. ચોથો ગોલ સુકાની હરમનપ્રીતની સ્ટિકથી PC દ્વારા થયો હતો. આ પછી પણ સ્કોરિંગનો ક્રમ ચાલુ રહ્યો. મલેશિયાના ડિફેન્સને ભેદતા રાજકુમાર પાલે 25મી અને 33મી મિનિટે સતત બે ગોલ કરીને ભારતને પ્રથમ હાફમાં 5-0ની સરસાઈ અપાવી હતી. ભારતે બીજા હાફમાં 3 ગોલ કર્યા હતા. મલેશિયાએ માત્ર 1 ગોલ કર્યો હતો. હવે ભારતનો મુકાબલો 12 સપ્ટેમ્બરે દક્ષિણ કોરિયા સાથે થશે અને ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે.

આ પણ જૂઓ: અફઘાનિસ્તાન vs ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચમાં 19 વર્ષ પછી જોવા મળ્યો આ રસપ્રદ સિનારિયો

Back to top button