ટોપ ન્યૂઝવર્લ્ડ

બિલાવલ ભુટ્ટોના ‘ગુજરાતના કસાઈ’વાળા નિવેદન પર ભારત સરકારનો જવાબ, કહ્યું- આ પાકિસ્તાનની ગભરામણ બોલે છે

આતંકવાદને લઈને પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું નાક કપાવી રહ્યું છે. ભારત પણ સતત પાકિસ્તાનને અરીસો દેખાડવાનું કામ કરે છે. UNSCમાં વિદેશ મંત્રી એસ.જયશંકરની ફટકાર બાદ ગુસ્સામાં આવીને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ PM મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા છે. હવે આ નિવેદનને લઈને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

વિદેશ મંત્રીના નિવેદન પર જવાબ
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનને પાકિસ્તાન ગભરાઈ જવાને કારણે તેનો રોષ બોલે છે. ભારતે કહ્યું કે અમે UNમાં 26/11 પર પાકિસ્તાનને એક્સપોઝ કર્યું તો તેનાથી ગભરાઈ ગયા. મુંબઈ 26/11 હુમલામાં અનેક લોકોનો જીવ બચાવનાર સ્ટાફ નર્સ અંજલી કુલથે અને વિદેશ મંત્રી એસ. જયશંકરના તીખા પ્રહારો બાદ પાકિસ્તાન પરેશાન છે. ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકી હાફિઝ સઇદ અને લખવી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યો છે. પાકિસ્તાન મુંબઈ હુમલાના કેસમાં અત્યાર સુધી કંઈ નથી કરી શક્યું. તેથી ગભરામણમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા આવા વાહિયાત નિવેદનો સામે આવી રહ્યાં છે.

વિદેશ મંત્રીએ ક્લાસ લીધો હતો
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે 15 ડિસેમ્બરે UNSCમાં પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદને કેન્દ્રરૂપે જોવે છે. તેમણે જોર આપીને કહ્યું કે બે વર્ષથી કોવિડ-19 મહામારી દરમિયાન વૈશ્વિક સમુદાય તે નથી ભુલ્યું કે આતંકવાદની આ બુરાઈની જડ કયાં છે. જયશંકરે કહ્યું હતું કે- મને ખબર છે કે અમે અઢી વર્ષથી કોવિડનો સામનો કરી રહ્યાં છે અને કારણે યાદો થોડી આછી થઈ ગઈ છે, પરંતુ હું તમને આશ્વાસન આપું છું કે દુનિયા તે વાત નથી ભૂલી કે આતંકવાદ શરૂ કયાંથી થાય છે અને ક્ષેત્રમાં તથા ક્ષેત્રની બહાર તમામ પ્રવૃતિઓ પર કોની છાપ જોવા મળે છે.

વિદેશ મંત્રી જયશંકર ઉપરાંત 26/11માં અનેક લોકોના જીવ બચાવનાર સ્ટાફ નર્સ અંજલી કુલથેએ પણ પાકિસ્તાનની કાયરતાવાળી હરકતને લઈને તેમને અરીસો દેખાડવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તે જેલમાં બંધ પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને મળી તો તેને પોતાના કૃત્યો પર જરાય પસ્તાવો ન હતો. UNSC બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગથી કુલથેએ આતંકી હુમલાના પીડિતોના ડરને યાદ કર્યો હતો.

Back to top button