ટ્રેન્ડિંગનેશનલ

ખરાબ હવામાનને કારણે રસ્તો ભટકી ભારતીય ફ્લાઈટ, પાકિસ્તાન પહોંચી!

Text To Speech
  • ઈન્ડિગોની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં પહોંચી
  • ભારતનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યુ
  • પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી હતી

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E645 પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી. ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી અને પછી સુરક્ષિત ભારતીય એરસ્પેસમાં પરત ફરી. ખરાબ હવામાનને કારણે આવું થયું અને આંતરરાષ્ટ્રીય નિયમોના કારણે પાકિસ્તાનને જગ્યા આપવી પડી.

ખરાબ હવામાનને કારણે બની ઘટના
મળતી વિગતો અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ શનિવારે રાત્રે ભારતીય સમય અનુસાર 8.01 મિનિટે અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ટેકઓફ થઈ હતી. પરંતુ થોડીવારમાં હવામાન ખરાબ થઈ ગયું. પવન સાથે ફ્લાઇટને પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં જવું પડ્યું. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં ભટકી ગઈ અને ગુજરાંવાલા પહોંચી ગઈ હતી. પાકિસ્તાન ફ્લાઇટ રડાર મુજબ, ઇન્ડિગો એરક્રાફ્ટ લગભગ 08:00 વાગ્યે લાહોરની ઉત્તરે પ્રવેશ્યું અને 08:31  પર ભારત પરત ફર્યું.

પાકિસ્તાનને તેની એરસ્પેસ આપવી પડી
ચાર વર્ષ પહેલાં પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી ભારત પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરતું નથી. પરંતુ આ સ્થિતિમાં પાકિસ્તાનને તેની એરસ્પેસ આપવી પડી હતી. આ સ્થિતિ સામાન્ય નહોતી. ખરાબ હવામાનની સ્થિતિમાં, “આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, કોઈપણ દેશ તેની હવાઈ જગ્યા આપવાનો ઇનકાર કરી શકે નહીં.

આ પણ વાંચો: ભારતમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સનો આ તારીખથી ફરજિયાત અમલ કરાશે

 

Back to top button