ભારતીય માછીમારો જો હવે પાકિસ્તાનના હાથે ચડશે તો જાણો કેટલા વર્ષની જેલ થશે
- ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલમાં સજા વધારાઈ
- હવે ભારતીય માછીમારો પકડાશે તો 5 વર્ષની સજા કરાશે
ગુજરાત માછીમારો માટે વધુ સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. કારણ કે,પાકિસ્તાન મેટીટાઈમ ઝોન બિલને સંસદમાં પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. એટલે કે હવે જો તે પાકિસ્તાનની જળ સરહદમાં પ્રવેશ કરશે તો તેમને પાંચ વર્ષની જેલની સજા થશે. એટલું જ નહીં તે તેમની હોડી પણ જપ્ત કરી લેવામાં આવશે. એટલે કે, ગુજરાતના માછીમારોને સમુદ્રમાં સલામત સ્થળ સુઘી જ જવાનું રહેશે.
ત્રણ વર્ષથી સજાને વધારીને પાંચ વર્ષ કરાઈ
રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.ત્યારે તાન મેટીટાઈમ ઝોન બિલને સંસદમાં પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. સાથે જ મેરીટાઈમ ઝોનએક્ટ 2003 ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નિયમ ગુનાની સજાને ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષની કરે છે. આ એક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી હોડીઓને જપ્ત કરવાની પણ સત્તા આપવામાં આવી છે.જેથી એજન્સીઓને દરિયાઈ સુરક્ષા અંગે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન દોષિત, હવે નહીં લડી શકે ચૂંટણી; 3 વર્ષની સજા
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નો-ફિશીંગ ઝોન છે
મહત્વનું છે કે, જખૌ આઈએમબીએલ નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આવેલી નથી. તે માત્ર નો-ફિશીંગ ઝોન છે તેમ છતાં જાગૃતિના અભાવે માછીમારો અજાણતાની આઈએમબીએલ પાર કરે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી તેમનું અપહરણ કરી જાય છે. મોટાભાગે તો પાકિસ્તાની મરીન પોતે જ ગેરકાયદેસર રીતે ફિશીંગઝોનમાં આવી જઈને અપહરણ કરતી હોય છે.
પાકિસ્તાનની જેલમાં 267 ભારતીય માછીમારો કેદ
હાલમાં પાકિસ્તાનના આશરે 1200 જેટલી ભારતીય બોટ છે. જેમાં 950 જેટલી પોરબંદરની છે. હાલ પાકિસ્તાનની જેલમાં 267 ભારતીય માછીમારો કેદ છે. જેથી હવે કોઈ અન્ય માછીમારો ન પકડાય તે માટે ભારતીય માછીમારો અને તેમની બોચના અપહરણના બનાવો અટકાવવા પણ જરૂરી છે. માછીમારોને પણ નિયમોનું ચુસ્ત પાલન કરી સરહદ ઓળગંવાની ગુસ્તાખી કરવાની નથી.
આ પણ વાંચો : યુકેમાં કોરોનાનો નવો વેરિયન્ટ ‘Eris’ ઝડપથી ફેલાતા લોકોમાં ભય, જાણો આ વેરિયન્ટને લઈ WHOએ શું કહ્યું