ટોપ ન્યૂઝમનોરંજન

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં RRR નો ડંકો, ‘નાટુ નાટુ’એ જીત્યો બેસ્ટ સોંગનો એવોર્ડ

ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ બની રહી છે. 80 માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. વિશ્વભરની ફિલ્મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવાની રેસમાં ભાગ લઈ રહી છે. ત્યારે ભારતના માટે સૌથી આનંદની વાત છે. જેમાં નાટુ નાટુ સોન્ગ શ્રેષ્ઠ સાબિત થયું છે.

ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં RRR ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ સહિતના સ્ટાર માટે અનેરી ખુશી આજની સવાર લઈને આવી છે. ભારતીય સિનેમા માટે આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને વાસ્તવમાં બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી હતી. જેમાં બિન અંગ્રેજી ભાષા અને શ્રેષ્ઠ મૂળ ગીત મોશન પિક્ચર માટે નામાંકિત કરવામાં આવી હતી.

SS રાજામૌલીની ફિલ્મ RRR નું ગીત ‘નાતુ નાતુ’ વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંનું એક છે. તેનું તેલુગુ વર્ઝન પીઢ સંગીત દિગ્દર્શક એમએમ કીરવાણી દ્વારા રચાયેલ છે અને કલા ભૈરવ અને રાહુલ સિપલીગંજ દ્વારા લખવામાં આવ્યું છે. કીરાવાણી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવવા સ્ટેજ પર પહોંચી હતી. તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બર 2022 ના રોજ 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી.

રામ ચરણ જુનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆરનું ગીત ‘નાટુ-નાટુ’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયું છે. ‘નાટુ-નાટુ’ એક તેલુગુ ગીત છે. જે હિન્દીમાં ‘નાચો નાચો’ તરીકે રિલીઝ થયું હતું. ગીતનું સંગીત એમએમ કેરાવનીએ આપ્યું છે. તેને રાહુલ સિપ્લીગુંજ અને કાલ ભૈરવે ગાયું છે. ગીતની કોરિયોગ્રાફી પ્રેમ રક્ષિતે કરી છે. આ ગીતને ‘મ્યુઝિક (ઓરિજિનલ સોંગ)’ કેટેગરીમાં ઓસ્કાર નોમિનેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘RRR’ની ઓસ્કારમાં એન્ટ્રીથી ખુશ થયો શાહરૂખ, લખ્યું- ‘Please Let Me Touch It…’

આ ફિલ્મોના ગીતો RRR સાથે સ્પર્ધામાં હતા

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નામાંકિત થયેલા ગીતોમાં ટેલર સ્વિફ્ટનું ‘કેરોલિના’, ગિલેર્મો ડેલ ટોરોનું પિનોચિઓનું ‘કિયાઓ પાપા’, ‘ટોપ ગન: મેવેરિક’, સાથે એસએસ રાજામૌલીના ‘RRR’નું ‘નાટુ નાટુ’. ગીત ‘હોલ્ડ માય’નો સમાવેશ થાય છે. હેન્ડ’, લેડી ગાગા, બ્લડપોપ અને બેન્જામિન રાઈસનું ગીત ‘લિફ્ટ મી અપ’ ‘બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર’નું હતું.

Back to top button