ટોપ ન્યૂઝબિઝનેસ

ભારતીય અર્થતંત્રની શાનદાર ગતિ : પહેલાં ક્વાર્ટરમાં 13.5%નો ઐતિહાસિક ગ્રોથ

Text To Speech

દેશમાં કોરોના મહામારીના કારણે 2020-21માં લોઅર બેઝે ભારતનો વિકાસ દર એપ્રિલ-જુન ત્રિમાસિકગાળામાં 13.5% રહ્યો છે. જોકે GDPમાં 13.5%ની શાનદાર વૃદ્ધિ છતા આ આંકડો અર્થશાસ્ત્રીઓના અનુમાન 15-16% કરતા ઓછો રહ્યો છે. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉદ્યોગોની વૃદ્ધિ અંદાજ કરતાં ઓછી છે જ્યારે સર્વિસ સેક્ટરમાં ઈન-લાઈન વૃદ્ધિ અને એગ્રી સેક્ટરમાં ગ્રોથ અંદાજ કરતાં વધુ રહ્યો છે.

  • ઈન્ડસ્ટ્રી ગ્રોથ 8.6%
  • સર્વિસ ગ્રોથ 17.6%
  • એગ્રી ગ્રોથ 4.5%

જીડીપીનો આ આંકડો ઈતિહાસનો બીજો સૌથી સારો આંકડો છે. આ અગાઉ ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ આંકડો ગત વર્ષે જોવા મળ્યો હતો જ્યાં એપ્રિલ-જુન, 2021ના કવાર્ટરમાં દેશનો વિકાસદર 20.1% રહ્યો હતા. આ બંને વર્ષે લોઅર બેઝ રેટને કારણે દેશના વિકાસ વૃદ્ધિદરના આંકડામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

નેશનલ સ્ટેટસ્ટિક ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર કોનસ્ટન્ટ પ્રાઈસ પર દેશનો રિયલ જીડીપી 2022-23ના પ્રથમ કવાર્ટરમાં 36.85 લાખ કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે,જે ગત વર્ષે 32.46 લાખ કરોડ હતી. આમ વાર્ષિક 20.5%ની સામે આ કવાર્ટરમાં 13.5%નો જીડીપી ગ્રોથ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ એપ્રિલ-જુનમાં 16.2%નો જીડીપી વિકાસદર રહેવાનું અનુમાન મુક્યું હતુ.

આ પણ વાંચો : લોઅર-અપર કેપ સમાપ્ત, એરલાઈન્સ આજથી ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડા કરશે નક્કી, જાણો શું થશે અસર!

નોમિનલ જીડીપી : 2022-23ના પ્રથમ ત્રિમાસિકગાળામાં વર્તમાન ભાવે નોમિનલ જીડીપી રૂ. 64.95 ટ્રિલિયન હોવાનો અંદાજ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાના રૂ. 51.27 ટ્રિલિયનની સામે 26.7%ની વૃદ્ધિ દર્શાવે છે.

GVA : FY23ના એપ્રિલ-જૂન કવાર્ટર માટે GVA 12.7% રહ્યો હોવાનું NSOએ જણાવ્યું છે.

સેક્ટોરિયલ ડેટા : આ રિપોર્ટમાં સેક્ટોરિયલ ડેટા પર નજર કરીએ તો ફરી દેશના સર્વિસ સેક્ટરે અર્થતંત્રને તેજી આપી છે. સિક્વોન્શિયલ બેસિસ પર માઇનિંગ વૃદ્ધિ લગભગ સ્થિર રહી છે જ્યારે વીજળી, પબ્લિક એડમિન, બાંધકામ અને ફાઈનાન્સ, રિયલ એસ્ટેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Back to top button