સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ICC ODI રેન્કિંગમાં લગાવી છલાંગ

Text To Speech

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ICC ODI રેન્કિંગમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. કોહલી ફરી એકવાર પોતાની જૂની સ્ટાઈલમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહ્યા બાદ વાપસી કરી રહ્યો છે. ODI ફોર્મેટમાં તેની રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. તેણે તેની છેલ્લી વનડે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમી હતી. આ મેચમાં તેણે અડધી સદી (54) ફટકારી હતી. આ અડધી સદી સાથે તે ICC ODI રેન્કિંગમાં સાતમા નંબર પર આવી ગયો છે.

 

વિરાટ કોહલી થોડા સમય પહેલા ODI રેન્કિંગના ટોપ-10 ખેલાડીઓની યાદીમાંથી બહાર હતો. પરંતુ હવે, તે પરત ફરતો હોય તેવું લાગે છે. હાલમાં તેની ODI રેન્કિંગ 719 રેટિંગ સાથે 7માં નંબર પર છે. કોહલીએ રોહિત શર્માને પાછળ રાખ્યો છે. ભારતીય કેપ્ટન 707 રેટિંગ સાથે 8માં નંબર પર છે.

Virat Kohli and S Yadav Image Hum Dekhenge

2023માં 2 ODI સદી ફટકારી

વિરાટ કોહલી માટે અત્યાર સુધીનું વર્ષ 2023 સારું રહ્યું છે. તેણે આ વર્ષે કુલ 9 વનડે રમી છે, જેમાં તેણે બેટિંગ કરતી વખતે 53.37ની એવરેજ અને 116.03ના સ્ટ્રાઈક રેટથી 427 રન બનાવ્યા છે. આ મેચોમાં તેના બેટમાંથી 2 સદી અને 1 અડધી સદી નીકળી છે. આમાં તેનો હાઈ સ્કોર અણનમ 166 રન હતો. કોહલીએ 2023 માં અત્યાર સુધીમાં કુલ 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 15 ઇનિંગ્સમાં તેણે 51.71ની એવરેજથી 724 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 186 રન છે.

Virat Kohli Century - Hum Dekhenge News

કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ 108 ટેસ્ટ, 274 વનડે અને 115 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 28 સદી અને 28 અડધી સદીની મદદથી 8416 રન, વનડેમાં 46 સદી અને 65 અડધી સદીની મદદથી 12898 રન અને T20 ઈન્ટરનેશનલમાં 37 અડધી સદી અને 1 સદીની મદદથી 4008 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : IPL 2023: દિલ્હી કેપિટલ્સને આખરે રિષભ પંતનો ઓપ્શન મળી ગયો, જાણો ક્યા ખેલાડીને મળી તક

Back to top button