ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારતીય ક્રિકેટર શિખર ધવને પત્ની આયેશાથી લીધા છૂટાછેડા   

Text To Speech
  • કોર્ટે પુત્રને મળવા અને વીડિયો કોલ પર વાત કરવાનો ધવનને આપ્યો અધિકાર
  • લાંબા સમયથી રિલેશનશિપમાં રહ્યા બાદ 2012માં કર્યા હતા લગ્ન

ભારતીય ટીમના ક્રિકેટર અને સ્ટાર ઓપનર શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લઈ લીધા છે. દિલ્હીના પટિયાલા હાઉસની ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને ગુરુવારે(5 ઓક્ટોબરે ) મંજૂરી આપી દીધી છે. કોર્ટે કેટલાક મુખ્ય આધાર પર આ નિર્ણય આપ્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે, કોર્ટે સ્વીકાર્યું કે, આયેશાએ શિખર ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષો સુધી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી.

ક્રિકેટર શિખર ધવને છૂટાછેડાની અરજીમાં શું જણાવ્યું ?

ક્રિકેટર શિખર ધવને છૂટાછેડાની અરજીમાં જણાવ્યું હતું કે, તેની પત્ની આયેશા તેને માનસિક ત્રાસ આપે છે. જેને પગલે ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે આ આરોપોને સાચા માન્યા હતા. ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું કે, ધવનની પત્નીએ કાં તો ઉપરોક્ત આરોપોનો વિરોધ કર્યો નથી અથવા તો પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. ક્રિકેટર શિખર ધવન અને આયેશા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને ત્યારબાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા તેમજ તમને જણાવી દઈએ કે, આયેશાના આ બીજા લગ્ન હતા.

કોર્ટે પુત્રની કસ્ટડી અંગે શું આદેશ આપ્યો ?

કોર્ટે શિખર ધવન અને આયેશાના પુત્ર જોરાવરની કસ્ટડી અંગે કોઈ આદેશ આપ્યો ન હતો. જો કે, કોર્ટે ધવનને તેના પુત્રને મળવા અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટે આયેશાને આદેશ પણ આપ્યો હતો કે, પુત્ર ઝોરાવરને શાળાની ઓછામાં ઓછી અડધી રજાઓ ધવન અને તેના પરિવારના સભ્યો સાથે ગાળવા દેવામાં આવે. કોર્ટે વધુમાં કહ્યું કે, અરજદાર શિખર ધવન એક નાગરિક અને જવાબદાર પિતા તરીકે પોતાના પુત્રને મળવાનો અને તેની સાથે થોડો સમય રહેવાનો અધિકાર ધરાવે છે.

આ પણ વાંચો :IASને ગુજરાતમાં આવી સેલ્ફીબાજી કરવી ભારે પડી

Back to top button