ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

મુંબઈના ખાર જીમખાનામાં ધર્માંતરણનો ખેલ! ક્રિકેટર જેમિમા રોડ્રીગ્સની હકાલપટ્ટી

Text To Speech

 મુંબઈ, 22 ઓકટોબર :   મુંબઈ, મહારાષ્ટ્રની સૌથી જૂની ક્લબમાંની એક ખાર જીમખાના ક્લબે ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રીગ્સનું સભ્યપદ રદ કર્યું છે. મુંબઈના પ્રખ્યાત જીમખાનાએ જેમિમા રોડ્રીગ્સનું તેના પિતાની ‘ધાર્મિક પ્રવૃત્તિઓ’ના કારણે સભ્યપદ રદ કરી દીધું છે. જેમિમાનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય રવિવારે મળેલી વાર્ષિક જનરલ બોડીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ખાર જીમખાનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સભ્યોએ જેમિમા રોડ્રીગ્સના પિતા ઇવાનને ‘ધાર્મિક પ્રવૃત્તિઓ’ માટે ક્લબ પરિસરનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. “નબળા લોકોને ધર્માંતરિત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,” તેમણે આરોપ લગાવ્યો.

આ કારણે, જેમિમા રોડ્રીગ્સનું ત્રણ વર્ષનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમિમા રોડ્રીગ્સના પિતા બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ નામની સંસ્થા સાથે જોડાયેલા હતા. જેમિમા રોડ્રીગ્સના નામે ઇવાને લગભગ દોઢ વર્ષ માટે પ્રેસિડેન્શિયલ હોલ બુક કરાવ્યો હતો અને 35 કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કથિત રીતે તેમના પર ધર્મ પરિવર્તનનો આરોપ છે.

ખાર જીમખાના મેનેજિંગ કમિટીના સભ્ય શિવ મલ્હોત્રાએ આ બાબતે કહ્યું, “અમે આખા દેશમાં ધર્માંતરણ વિશે સાંભળીએ છીએ, પરંતુ તે અમારા નાકની નીચે થઈ રહ્યું છે. ખાર જીમખાનાના બંધારણના નિયમ 4A અનુસાર, આ ક્લબ કોઆ ધાર્મિક ગતિવીધીઓને પરવાનગી આપતો નથી.

જેમિમા રોડ્રીગ્સ કોણ છે?
ઉલ્લેખનીય છે કે જેમિમા રોડ્રીગ્સે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 2018માં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ, 30 વનડે અને 104 ટી20 મેચ રમી છે. ત્રણ ટેસ્ટમાં તેણે 58.75ની એવરેજથી 235 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારી છે.

જેમિમાએ 30 વનડે મેચોમાં પાંચ અડધી સદીની મદદથી 710 રન બનાવ્યા છે. તેની એવરેજ 27.30 રહી છે. જેમિમાને સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચમાં રમવાની તક મળી છે. તેણે 104 મેચમાં 29.75ની એવરેજ અને 114.17ની સ્ટ્રાઈક રેટથી 2142 રન બનાવ્યા છે. જેમિમાના નામે 11 અડધી સદી પણ છે.

Back to top button