કિવમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અસ્થાયી રૂપે યુક્રેન છોડવાનુ સૂચન કર્યુ. દૂતાવાસ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી હતી, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો કે જેઓ યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં છે તે સૌને ઝડપથી યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર નીકળી જવા કહ્યુ છેં
ભારતીય નાગરિકોને યુક્રેન છોડી દેવા સલાહ
યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે “બગડતી સુરક્ષા સ્થિતિ અને યુક્રેનમાં તાજેતરના વધતા જતા દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. યુક્રેનમાં વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડી દે તેમાં જ તેમની સલામતી રહેલી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને ભારતીય નાગરિકોને યુક્રેનનો પ્રવાસ ન કરવા જણાવ્યું છે. રશિયા દ્વારા પૂર્વ યુરોપિયન દેશ પર વધી રહેલી દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
Advisory for Indian nationals from Indian Embassy in Kyiv: pic.twitter.com/lltvbL9caH
— Shiv Aroor (@ShivAroor) October 19, 2022
માર્શલ લૉ લાગુ થતા સ્થિતી દૈનિય
અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પાસેથી છીનવાયેલા 4 વિસ્તારોમાં માર્શલ લૉ લાગુ કર્યો હતો. ડોનેટ્સક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસનમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો હતો. પુતિનના આદેશથી પશ્ચિમી દેશોમાં ગભરાટ ફેલાયો છે તેમજ મોટી કાર્યવાહીનો ડર છે. તેમની સુરક્ષા પરિષદના સભ્યોને એક ટેલિવિઝન સંબોધનમાં, રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં મોસ્કોના યુદ્ધના પ્રયત્નોને વેગ આપવા માટે રશિયાના પ્રદેશો સાથે કામ કરવા વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન હેઠળ એક વિશેષ સંકલન પરિષદની સ્થાપના કરવા સરકારને સૂચના પણ આપી હતી. જે પ્રદેશોમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે તેમાં ખેરસન, ઝાપોરિઝ્ઝિયા, ડોનેટ્સક અને લુહાન્સ્કનો સમાવેશ થાય છે.
યુક્રેનમાં એક બાદ એક આત્મઘાતી હુમલા
મંગળવારે યુક્રેનમાં રશિયન હવાઈ હુમલાએ લાખો લોકોને વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. ઝેલેન્સકીએ આ હુમલાઓને વિસ્તૃત રશિયન લશ્કરી કાર્યવાહીના ભાગ રૂપે વર્ણવ્યું હતું, જેનો હેતુ દેશને અંધકારમાં ડૂબકી મારવા અને શાંતિ વાટાઘાટોને અશક્ય બનાવવાનો હતો. ઝાયટોમીર એ યુક્રેનનું નવુ શહેર છે જેને રશિયન હુમલાઓને કારણે વીજળી અને પાણીનો પુરવઠો ગુમાવ્યો છે. ઝાયટોમીર, કિવથી લગભગ 140 કિમી પશ્ચિમમાં સ્થિત છે, ઘણા મોટા લશ્કરી થાણા, ઉદ્યોગો અને લીલા વિસ્તારો ધરાવે છે. આ શહેરની વસ્તી આશરે 2.5 લાખ છે. રશિયન મિસાઈલોએ દક્ષિણ-મધ્ય શહેર ડીનિપ્રોમાં પાવર સ્ટેશનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો: યુક્રેન નાટોમાં જોડાશે તો થશે ત્રીજું વિશ્વ યુદ્ધ, રશિયાની ખુલ્લી ચેતવણીને કારણે આખી દુનિયામાં ખળભળાટ!