ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઇઝરાયેલમાં હિઝબુલ્લાહના આંતકી હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ, અન્ય બે ઈજાગ્રસ્ત

જેરૂસલેમ (ઇઝરાયેલ), 05 માર્ચ: ઇઝરાયેલમાં એન્ટી ટેન્ક મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા છે. આ ત્રણેય ભારતીય નાગરિકો તેમજ કેરળના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલાને લેબનોના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહએ અંજામ આપ્યો છે. ઉત્તરી ઇઝરાયેલની સરહદ પર એક બગીચા પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકની ઓળખ 31 વર્ષીય પૈટ નિબિન મેક્સવેલ તરીકે થઈ છે. મૈક્સવેલ આશરે બે મહિના પહેલા જ ઇઝરાયેલ પહોંચ્યા હતા અને ત્યાં એક ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા.

મેક્સવેલનું એક નાનકડું કુટુંબ છે, જેમાં તેની પત્ની અને પાંચ વર્ષની દીકરી છે, જો કે, સાત વર્ષના ગર્ભમાં રહેલા બાળકે દુનિયામાં આવતા પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે આ હુમલામાં ઘાયલ બે ભારતીયોની ઓળખ બુશ જોસેફ જ્યૉર્જ અને પૉલ મેલ્વિન તરીકે થઈ છે.

ભારતીયના મૃત્યુ પર ઇઝરાયેલી દૂતાવાસનું નિવેદન

ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે ભારતીય નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને તમામ શક્ય અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. નિવેદનમાં કહ્યું કે, અમે હિઝબુલ્લાહ દ્વારા કરાયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં બગીચામાં કામ કરી રહેલા ભારતીય નાગરિકના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના અને સંવેદના પીડિત અને ઘાયલોના પરિવારો સાથે છે. ઇઝરાયેલની તબીબી સંસ્થાઓ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપી રહી છે. ઇઝરાયેલ આતંકવાદની ઘટનાઓમાં માર્યા ગયેલા દરેક નાગરિક સાથે સમાન વર્તન કરે છે, પછી તે ભારતીય હોય કે વિદેશી..

ઇઝરાયેલમાં ક્યાં થયો હુમલો?

આ હુમલો સોમવારે સવારે લગભગ 11 વાગ્યે ઉત્તરી ઇઝરાયેલ સરહદ પર ગૈલિલી વિસ્તારના એક બગીચામાં થયો હતો. ઘાયલોમાંથી જ્યૉર્જ મિસાઈલ હુમલામાં દાઝી ગયો છે. મિસાઈલ હુમલામાં તેનો ચહેરો ગંભીર રીતે દાઝી જવાથી નજીકની બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સર્જરી બાદ તેની સ્વાસ્થયમાં સુધારો આવી રહ્યો છે. આ ઉપરાંત જ્યૉર્જને ઑબ્ઝરર્વેશન હેઠળ રખાયો છે. બીજી તરફ, મેલ્વિનને સામાન્ય ઈજા પહોંચી છે અને તેને ઉત્તરી ઇઝરાયેલની ઝીવ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહત્ત્વનું છે ઘાયલ બંને નાગરિકો કેરળના રહેવાસી છે.

આ પણ વાંચો: યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે ગાઝા ઉપર ઈઝરાયેલના હુમલા, 115 પેલેસ્ટિનિયનના મોત

Back to top button