ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયાવિશેષ

ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી રહી છેઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ

સંભાજીનગર, 17 જાન્યુઆરી, 2025: ભારતીય સિનેમાને હવે વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી રહી છે. વાસ્તવમાં ભારતીય સિનેમા સરહદ ઓળંગીને હવે વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ ઊભી કરી રહી છે તેમ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે જણાવ્યું છે. તેઓ ગઈકાલે 16 જાન્યુઆરીએ આઈફાના એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગર ખાતે 10મા અજંતા ઈલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (AIFF)ની મુલાકાત દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત સિનેમાને ‘સોફ્ટ પાવર’ તરીકે મહત્વ આપ્યું છે અને ફિલ્મ ઉદ્યોગને પોતાનો ટેકો આપ્યો છે. આજે ભારતીય ફિલ્મો વૈશ્વિક દર્શકોને આકર્ષી રહી છે અને વિશ્વભરમાં અસાધારણ પ્રશંસા મેળવી રહી છે.”

મળતા અહેવાલ મુજબ માહિતી અને પ્રસારણ સચિવે 15 જાન્યુઆરીએ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવાની હતી, પરંતુ કેટલાંક કારણસર જાજુ બુધવારે હાજર રહી શક્યા નહોતા. અલબત્ત તેમણે બીજા દિવસે મહોત્સવની મુલાકાત લીધી અને આયોજકો અને પ્રેક્ષકો સાથે વાતચીત કરી હતી.

AIFF ના માનદ અધ્યક્ષ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર, આયોજન સમિતિના અધ્યક્ષ નંદકિશોર કાગલીવાલ, મહોત્સવ નિર્દેશક સુનીલ સુકથંકર, કલાત્મક નિર્દેશક ચંદ્રકાંત કુલકર્ણી, સર્જનાત્મક નિર્દેશકો જયપ્રદ દેસાઈ, જ્ઞાનેશ ઝોટિંગ, શિવ કદમ અને કન્વીનર નિલેશ રાઉત સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અંગે વાત કરતાં જાજુએ કહ્યું હતું કે સિનેમા એ ભારતના કલા, નાટક, નૃત્ય અને સંગીતના પ્રાચીન નાટ્ય શાસ્ત્રના લાંબા અને સમૃદ્ધ વારસામાં એક આધુનિક ઉમેરો છે. “મેં કેન્દ્રીય સચિવનો કાર્યભાર સંભાળ્યાને એક વર્ષ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન છત્રપતિ સંભાજીનગર જેવા પ્રદેશો અને AIFF જેવા કાર્યક્રમ સાંસ્કૃતિક જીવંતતા અને સિનેમેટિક વિવિધતા જોવી ખરેખર પ્રેરણાદાયક છે.” આ કાર્યક્રમના આયોજન માટે સ્થાનિક સમુદાયોના સામૂહિક પ્રયાસો ખૂબ પ્રશંસાને પાત્ર છે તેમ પણ તેમણે કહ્યું હતું.

આઈ એન્ડ બી સચિવ સંજય જાજુએ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો. તેમણે આશુતોષ ગોવારિકર દ્વારા આયોજિત એક માસ્ટરક્લાસમાં પણ હાજરી આપી હતી અને તેમાં આપવામાં આવેલી ઊંડાણપૂર્વકની માહિતી તથા વાર્તાલાપથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ઉપસ્થિત શ્રોતાઓને ખાતરી આપી હતી કે ભારત સરકાર AIFF જેવી નવીન પહેલોને સંપૂર્ણ સમર્થન આપશે. “કેન્દ્ર સરકાર આવા અસાધારણ પ્રયાસોને પોષવા અને ભવિષ્યમાં તેમના વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે,” તેવું તેમણે આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચોઃ મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫

મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button