ટ્રેન્ડિંગનેશનલ

તો કામ ક્યારે કરીશ? ગિટાર વગાડવાનું ગમતું હતું તો બૉસે નોકરી ન આપી, ઈન્ટરનેટ પર હાહાકાર મચી ગયો

Text To Speech

SOCIAL MEDIA VIRAL, 13 જાન્યુઆરી 2025: છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર વર્ક લાઈફ બેલેન્સ અને કામના કલાકોને લઈને અનેક દલીલો થઈ રહી છે. અમુક લોકો અઠવાડીયામાં વધારેમાં વધારે કામ કરવાની વાત કરી રહ્યા છે તો વળી અમુક લોકોનું કહેવું છે કે તેનાથી પ્રોડક્ટિવિટી પર અસર પડે છે. આ દરમ્યાન હવે એક બોસની હરકતથી ઈન્ટરનેટ પર અમુક લોકો ખુશ નથી. હકીકતમાં જોઈએ તો, સિંગાપુરમાં એક સીઓએ સોશિયલ મીડિયા પર એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે તેના ભારતીય બોસે એક કેન્ડિડેટને ફક્ત એટલા માટે નોકરી ન આપી કેમ કે તેણે પોતાના સીવીમાં પોતાની હોબીઝનો ઉલ્લેખ કર્યો હતો.

યૂ.કે. મેગેઝીન ટેટલર એશિયાના સીઓઓ પરમિંદર સિંહે આ કહાનીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ઈંડિયામાં એક વાર એક શખ્સે માર્કેટિંગની ભૂમિકા માટે મારી ટીમમાં અરજી કરી હતી. એક સારો માર્કેટર હોવા ઉપરાંત તેણે સીવીમાં લખ્યું હતું કે, તે મેરેથોન દોડે છે અને તેને ગિટાર વગાડવાનું પસંદ છે. મારા બોસે મને આ શખ્સને નોકરી નહીં રાખવાની વાત કહી. બોસે કહ્યું કે, આ માણસ બધું જ કરે છે, તો પછી કામ ક્યારે કરશે.

શું કહી રહ્યા છે લોકો

આ પોસ્ટને જોઈને ઈન્ટરનેટ પર લોકો જરાં પણ ખુશ નથી અને બોસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક શખ્સે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, નવાઈ લાગે છે, આ માનસિકતા કેટલી જૂની થઈ ચુકી છે. એક સારો માણસ હંમેશા વધારે રચનાત્મકતા અન કૌશલ લઈને આવે છે. તમારા બોસે એક શાનદાર ઉમેદવાર ખોઈ દીધો. તો વળી એક યુઝરે લખ્યું કે, દરેક મેનેજર કોઈને કોઈ રીતે આવો જ હોય છે. જો તેમને વીટો આપવામાં આવે તો તે એલએંડટીના ચેરમેનની માફક જ વાત કરશે. દર વ્યક્તિને કોઈને કોઈ રીતે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જ જોઈએ.

આ પણ વાંચો: શેરમાર્કેટ સાથે રૂપિયો પણ ડોલરની સરખામણીએ સૌથી નીચલા રેકોર્ડ સ્તરે પહોંચ્યો

Back to top button