ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SML ઇસુઝુમાં સુમિટોમોનો હિસ્સો ખરીદે તેવી સંભાવના

મુંબઇ, 25 માર્ચઃ ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના કારોબારમાં હવે સ્કુલ બસ જેવી ગાડીઓ સામેલ થવાની સંભાવના સેવાય છે કેમ મહિન્દ્રા હેવી વ્હિકલ ઉત્પાદક SML ઇસુઝમાં સુમીટોમોનો 44 ટકા હિસ્સો ખરીદી શકે છે. આ અંગેની વાટાઘાટો હાલમાં ચાલુ છે.

શેરબજારના ડેટા અનુસાર, પ્રમોટર સુમીટોમો કોર્પોરેશન ડિસેમ્બર 2024 સુધીમાં SML ઇસુઝુમાં 43.96 ટકા હિસ્સો ધરાવે છે. એસયુવી અને પીકઅપ ટ્રક નિર્માતા ઇસુઝુ મોટર્સ (જાપાન) પાસે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) તરીકે SML ઇસુઝુમાં 15 ટકા હિસ્સો છે.

BSE પર SML ઇસુઝુનું બજાર મૂડીકરણ માર્ચ 2024 સુધીમાં આશરે રૂ. 2500 કરોડ હતું અને વર્તમાન ભાવે 44 ટકા હિસ્સાનું મૂલ્ય આશરે રૂ. 1100 કરોડ થશે. જો કે, અહેવાલો અનુસાર, M&M શેર દીઠ આશરે રૂ. 1400-1500ના ભાવે ખરીદવાનું વિચારી રહી છે અને કંપનીનું મૂલ્ય આશરે રૂ. 2,000 કરોડ હોવાનું મનાય છે. જોકે બેન્કર્સ માને છે કે SML ઇસુઝુ ભારતના કોમર્શિયલ વ્હિકલ માર્કેટમાં તેના નીચા બજાર હિસ્સાને કારણે માર્કેટ વેલ્યુએશન કરતાં પ્રીમિયમમાં પ્રભુત્વ ધરાવે તેવી શક્યતા નથી. SML ઇસુઝુનું વેચાણ નાણાકીય વર્ષ 2024-25માં સ્થિર રહ્યું હતું અને એપ્રિલથી ફેબ્રુઆરીના સમયગાળામાં એકંદર વેચાણમાં 0.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

પાછલા મહિને કુલ 11906 વાહનોનું વેચાણ થયું હતું. જોકે, કંપનીએ ગયા મહિને મજબૂત બે આંકની વૃદ્ધિ જોઇ હતી. જ્યારે પેસેન્જર વાહનો (બસ)માં 35.8 ટકા અને માલસામાનને લગતા વાહનોમાં 15.3 ટકાનો વધારો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, M&M આ મામલાની ચર્ચા કરવા માટે આ મહિને બોર્ડની બેઠક યોજી શકે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું, “અમે બજારની અટકળો પર ટિપ્પણી કરતા નથી.” SML ઇસુઝુને મોકલવામાં આવેલ એક ઇમેઇલનો પણ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

આ કરાર મહિન્દ્રાના કોમર્શિયલ વ્હીકલ બિઝનેસની વ્હીકલ રેન્જમાં વધારો કરી શકે છે. મહિન્દ્રા ટ્રક અને બસ વિભાગ હેવી કોમર્શિયલ વ્હીકલ કેટેગરીમાં હૉલેજ, ટિપર્સ, ટ્રેક્ટર-ટ્રેલર્સ અને હળવા વ્યાપારી વાહનો અને બસો ઓફર કરે છે. વાણિજ્યિક વાહનોનું ઉત્પાદન પુણે નજીકના ચાકન પ્લાન્ટમાં થાય છે. ઝહીરાબાદ (તેલંગાણા) પ્લાન્ટમાં બસોની સમગ્ર શ્રેણી અને કેટલીક LCV ટ્રકો પણ બનાવવામાં આવે છે. ફેબ્રુઆરી સુધીમાં (FADA ડેટા મુજબ), M&M કોમર્શિયલ વ્હિકલ સેગમેન્ટમાં 23.5 ટકા રિટેલ બજાર હિસ્સો ધરાવે છે, જે મુખ્યત્વે તેના LCV પોર્ટફોલિયો દ્વારા યાગદાન આપે છે. SML ઇસુઝુ પાસે અનેક સ્કૂલ બસ મોડલ છે જેમાં S7 સ્કૂલ બસ, એક્ઝિક્યુટિવ, હિરોઈ, SML અને Ecomax સ્કૂલ બસનો સમાવેશ થાય છે.

સુમીટોમો કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી SML ઇસુઝુમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. સુમીટોમો 2023 સુધીમાં ઓછા માર્જિનવાળા બિઝનેસમાંથી બહાર નીકળવાની તેની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે તેનો હિસ્સો વેચવા માટે વાટાઘાટ કરી રહી હતી. આ માટે JBM ઑટો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

અગાઉ સ્વરાજ મઝદા તરીકે ઓળખાતી કંપનીએ 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં વેચાણમાં 7 ટકાનો વધારો કરીને રૂ. 1,627 કરોડ હાંસલ કર્યુ હતું, જ્યારે તેનો નફો 23 ટકા વધીને રૂ. 68 કરોડ થયો હતો.

આ પણ વાંચોઃ નવું મકાન લેવાનું વિચારતા હોવ તો સાથે પત્નીનું નામ પણ લગાવો, એક નહીં અનેક ફાયદા થશે

Back to top button