ટ્રેન્ડિંગનેશનલવિશેષ

ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજક, કોણ છે આ ચેમ્પિયન ટ્રેપ શૂટર?

  • ચેમ્પિયન ટ્રેપ શૂટર પ્રીતિ રજકને હવલદારના રેન્ક પરથી પ્રમોશન મળતા સૂબેદાર બન્યાં
  • 19મી એશિયન ગેમ્સમાં સુબેદાર પ્રીતિ રજકે મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: ચેમ્પિયન ટ્રેપ શૂટર પ્રીતિ રજક શનિવારે હવલદારના રેન્ક પરથી પ્રમોશન મેળવ્યા બાદ ભારતીય સેનામાં પ્રથમ મહિલા સુબેદાર બન્યાં છે. સેનાએ કોર્પ્સ મિલિટરી પોલીસ (CPM) માં મહિલાઓ માટે રેન્ક શરૂ કર્યા પછી, આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલા સૈનિકને આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) તરીકે બઢતી આપવામાં આવી છે. 2023માં ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2022 દરમિયાન સુબેદાર પ્રીતિ રજકે મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના અસાધારણ પ્રદર્શનના આધારે, તેમને પ્રથમ વખત આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું હતું.

 

શૂટિંગમાં શ્રેષ્ઠતા દર્શાવ્યા બાદ હવાલદાર તરીકે આર્મીમાં ભરતી થનારી પ્રથમ પ્રતિભાશાળી ખેલાડી

સુબેદાર પ્રીતિ રજક 22 ડિસેમ્બર, 2022ના રોજ ટ્રેપ શૂટિંગમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આર્મી (CMP)માં જોડાયાં હતાં. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે શૂટિંગમાં હવલદાર તરીકે આર્મીમાં ભરતી થનારી પ્રથમ પ્રતિભાશાળી ખેલાડી છે.” હાલમાં, સેનાના અન્ય શસ્ત્રો અને સેવાઓમાં અન્ય રેન્ક પર મહિલાઓની નિમણૂક કરવામાં આવતી નથી. સેનામાં જોડાવા ઈચ્છતી મહિલાઓ અગ્નિવીર SMPમાં જોડાવા માટે નામ નોંધાવી શકે છે.

વર્ષ 2023માં ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2022 દરમિયાન સુબેદાર પ્રીતિ રજકે મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના અસાધારણ પ્રદર્શનના આધારે, તેમને પ્રથમ વખત આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, સૈનિકોને 18-20 વર્ષની ઉંમરે તેમના પ્રમોશન કેડર અને જુનિયર નેતાઓની લાયકાતની પરીક્ષા પાસ કર્યા પછી જ JCO તરીકે બઢતી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણા મેરિટોરીયસ ખેલાડીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યા હતા, જેમાં નેશનલ લેવલના ચેમ્પિયન ખેલાડીઓને સીધા હવલદારનો રેન્ક આપવામાં આવ્યો હતો.

ભારતીય સૈન્યમાં જોડાવા યુવા મહિલાઓણે પ્રેરિત કરશે

સુબેદાર પ્રીતિ રજક એ હાલમાં ભારતમાં (ટ્રેપ વુમન ઇવેન્ટ) છઠ્ઠા ક્રમે છે અને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024ની તૈયારીમાં આર્મી માર્કસમેનશિપ યુનિટ (AMU) ખાતે તાલીમ લઈ રહી છે. શાળા કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ ગજેન્દ્ર જોશીની અધ્યક્ષતામાં યોજાયેલા પિપિંગ સમારોહમાં સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેણીની સિદ્ધિઓ યુવા મહિલાઓની પેઢીઓને ભારતીય સૈન્યમાં જોડાવા માટે આગળ આવવા તેમજ વ્યાવસાયિક શૂટિંગમાં પોતાને માટે વિશિષ્ટ સ્થાન બનાવવા માટે પ્રેરિત કરશે.”

અન્ય એક કાર્યક્રમમાં સેનાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “પદ્મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા સુબેદાર મેજર અને માનદ લેફ્ટનન્ટ જીતુ રાયને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે સુબેદાર મેજર અને માનદ કેપ્ટનના પદ પર બઢતી આપવામાં આવી છે.

આ પણ જુઓ: મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માત

Back to top button