નેશનલ

ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ, એક પાયલોટ શહીદ

Text To Speech

ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક પાયલોટ શહીદ થયો હતો, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. આ હેલિકોપ્ટર અરુણાચલના તવાંગમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું.

આ પણ વાંચો : મુંબઈમાં એક સાથે ચાર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, 5ના મોત, અનેક ઈજાગ્રસ્ત, 3 ગંભીર

ભારતીય સેનાએ કહ્યું છે કે તેનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ક્રેશ થયું છે. પીઆરઓ ડિફેન્સ તેઝપુરે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી અને હેલિકોપ્ટર નિયમિત નિરીક્ષણ પર હતું.

દુર્ઘટના બાદ બંને પાઈલટને આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ એક પાઈલટનું મોત થયું હતું. બીજા પાયલોટની સારવાર ચાલી રહી છે.સેનાએ કહ્યું છે કે અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ, જેઓ અરુણાચલ પ્રદેશના છે, તેમણે ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારતીય સેનાના ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ઘાયલ પાયલોટના બચવા માટે પ્રાર્થના.

Back to top button