ભારતીય સેના 2024ને “ટેકનોલોજી સ્વીકૃતિ” વર્ષ તરીકે ઉજવશે
- આ થીમ પરિવર્તન માટેના ઉત્પ્રેરક તરીકે ટેક્નોલોજીનો લાભ લેવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે: આર્મી
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : ભારતીય સેના 2024ને “ટેક્નોલોજી સ્વીકૃતિ વર્ષ” તરીકે ઉજવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટ્વિટર પર આર્મીના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઑફ પબ્લિક ઇન્ફર્મેશન (ADJ PI) દ્વારા પોસ્ટ કરી જણાવવામાં આવ્યું હતું કે, “ભારતીય સૈન્ય વર્ષ 2024ને ટેકનોલોજી સ્વીકૃતિ વર્ષ તરીકે અપનાવશે. આ થીમ પરિવર્તનકારી બદલાવ(transformative change) માટેના ઉત્પ્રેરક તરીકે ટેક્નોલોજીનો લાભ લેવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, તેમજ અમારી ઓપરેશનલ અને લોજિસ્ટિક આવશ્યકતાઓ માટે નવીનતમ ઉકેલો લાવવા માટે ઇન-હાઉસ કુશળતાનો ઉપયોગ કરે છે અને સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગના સહયોગથી આ પ્રોજેક્ટ્સને આકાર આપશે.”
2024 : Year of Technology Absorption#IndianArmy#OnPathToTransformation pic.twitter.com/3BlVckoZaQ
— ADG PI – INDIAN ARMY (@adgpi) January 11, 2024
સેનાએ સાયબર સ્પેસ ક્ષમતાને વધારવા માટે મિશન કર્યું શરૂ
ભારતીય સૈન્યના જવાનોને સંસ્થાકીય, પ્રક્રિયાગત અને તકનીકી પગલાં દ્વારા ટેકનોલોજીનો લાભ લેવા તેમજ સાયબર ડોમેનનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. પ્રોજેક્ટ સંભાવએ એક અંત-થી-અંત, સુરક્ષિત, સિદ્ધાંત કે માન્યતા સાથે સંકળાયેલું નેટવર્ક-મોબાઇલ ઇકોસિસ્ટમ છે જે પસાર થતા સમયે ત્વરિત કનેક્ટિવિટી સાથે સુરક્ષિત સંચાર પ્રદાન કરે છે. અત્યાધુનિક સમકાલીન 5G ટેક્નોલોજીએ ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર છલાંગનું પ્રતિનિધિત્વ કરે છે,” તેમ ભારતીય સેનાના ADG PI દ્વારા એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું.
#WATCH | Indian Army’s Major Rajprasad has developed a new type of artificial intelligence-enabled and human-in loop land mine system which will get activated only with own troops’ intervention and can also help in saving the lives of own soldiers while crossing minefields on way… pic.twitter.com/bRsGis3jGC
— ANI (@ANI) January 11, 2024
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ શું કહ્યું ?
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, “અમે 355 આર્મી પોસ્ટની ઓળખ કરી છે જ્યાં અમે 4G કનેક્ટિવિટી માટે ટેલિકોમ મંત્રાલયને કહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ ફોરવર્ડ એરફિલ્ડ્સ, ગામડાઓ અને હેલિપેડ સાથે પણ સંકળાયેલું છે. અમે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ પર પણ કામ કરી રહ્યા છીએ. LAC સાથેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અમે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છીએ…”
મનોજ પાંડેએ વધુમાં કહ્યું કે, “અમે અમારા આર્ટિલરી યુનિટનું પુનર્ગઠન કર્યું છે. અમે ઈલેક્ટ્રોનિક યુદ્ધ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સના એકમોનું પણ પુનર્ગઠન કર્યું છે. અમે અમારા પશુ પરિવહન એકમોમાં પ્રાણીઓને ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી છે અને પરિવહન એકમોની જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરીશું. અમે એક એવી યોજના બનાવી છે અને ઑપ્ટિમાઇઝ કરી છે. જેના થકી અમે અમારી તાકાત અને 2027 સુધીમાં 1 લાખની સંખ્યાનું ઑપ્ટિમાઇઝેશન હાંસલ કરીશું. જેની અમે સરકારને દરખાસ્ત આપી છે”
ભારતીય સેનાએ એક પરિવર્તનશીલ માનવ સંસાધન પહેલને કરી પ્રકાશિત
ભારતીય સેનાના ADG PI દ્વારા પોસ્ટમાં જણાવ્યા મુજબ, “આ એક એવો પ્રોજેક્ટ છે કે જે દર વર્ષે નિવૃત્ત થતા ભારતીય સેનાના 62,000થી વધુ સૈનિકોની ઉત્પાદક અને ફળદાયી રોજગાર માટેનો તબક્કો નક્કી કરશે એટલું જ નહીં, પરંતુ અમારા નિવૃત્ત સૈનિકોના કૌશલ્ય અને રોજગારને પણ સશક્ત કરશે.”
આ પણ જુઓ :આર્મી ચીફે આપ્યા ભારતીય સરહદોના સુરક્ષા અપડેટ, મણિપુર વિશે કહી મોટી વાત