ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

સિયાચીનની સરહદે તહેનાત સૈન્યના જવાનો સાથે સંપર્ક સ્થાપવાનું બન્યું સરળ

Text To Speech
  • BSNLએ 15,500 ફૂટની ઊંચાઈ BTSની સ્થાપના કરી
  • તેનાથી વાતચીત કરવા માટે સૈન્યને મદદ મળી રહેશે
  • સિયાચીન વોરિયર્સની ટાવર લગાવતી તસવીર વાઇરલ થઈ

સરહદી વિસ્તારમાં BSNLએ સિયાચીન વોરિયર્સ સાથે મળીને 15,500 ફૂટની ઊંચાઈ પર બેઝ ટ્રાન્સ રીસીવર સ્ટેશન (BTS) ની સ્થાપના કરી છે. આ ટાવર 6 ઓક્ટોબરના રોજ યુદ્ધ ક્ષેત્રની સર્વોચ્ચ ઊંચાઈએ લગાવવામાં આવ્યો છે. આ ટેલિકોમ્યુનિકેશન સ્ટેશનની મદદથી ભારતીય સેનાના સૈનિકો બરફથી ઘેરાયેલા પ્રદેશમાં વાયરલેસ રીતે વાતચીત કરી શકશે. નોંધનીય છે કે, BSNLનો આ ટાવર ભારતીય સેનાને સુરક્ષા અને વાતચીત સરળતાથી કરવા માટે મદદ પૂરી પાડશે. મહત્વનું છે કે, સિયાચીનનો આ દુર્ગમ વિસ્તાર છે અને દરિયાઈ સપાટીથી હજારો ફૂટ ઊંચાઈએ આવેલ હોવાથી અગાઉ કોઈપણ પ્રકારની ટેલિકોમ્યુનિકેશન સેવા નહોતી.

અગાઉ 19 હજારની ફૂટની ઊંચાઈએ ટાવર સ્થાપ્યો હતો

જો કે, આ પહેલા પણ કંપનીએ આવા દુર્ગમ વિસ્તારમાં સેના સાથે મળીને ટેલિકોમ્યુનિકેશન ટાવર સ્થાપ્યો હતો. એક વર્ષ પહેલાં સૈન્યએ ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL), સરકારની માલિકીની બ્રોડબેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર કંપની સાથે મળીને સિયાચીનમાં ટાવર લગાવ્યો હતો. જેનાથી 19,061 ફૂટની ઊંચાઈએ તૈનાત સૈનિકોને ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડી હતી. જે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં સેટેલાઇટ આધારિત ઇન્ટરેનટ સેવા સક્રિયા કરવામાં આવી હતી.

હાલમાં, સિયાચીન વોરિયર્સની ટાવર લગાવતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અગાઉ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ જણાવ્યું હતું કે, ટેલિકોમ્યુનિકેશન કંપની ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આંતરરાષ્ટ્રીય ભારત-ચીન સરહદ પર નેલોંગ અને જાદુંગ ગામો સહિત અનેક વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાવશે.

આ પણ વાંચો: BSNL Revival Plan: સરકારે મંજુર કર્યા 89047 કરોડ રૂપિયા

Back to top button