ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરઃ દેશના 2 દુશ્મનો ઠાર, અવંતીપોરામાં એન્કાઉન્ટર

Text To Speech

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળોને ફરી એક મોટી સફળતા મળી છે. અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. ઠાર કરાયેલા આતંકીઓની ઓળખ ત્રાલના રહેવાસી શાહિદ રાથેર અને શોપિયાંના રહેવાસી ઉમર યુસુફ તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અવંતીપોરાના રાજપોરા વિસ્તારમાં સોમવારે સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ આતંકવાદી અનેક હત્યાઓમાં સામેલ હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે ઠાર કરાયેલો આતંકી શાહિદ અરિપાલની શકીલા નામની મહિલા અને લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો.

AK-47 રાઈફલ સહિતના હથિયારો મળ્યા

આતંકીઓ પાસેથી હથિયારો જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી 2 AK 47 રાઈફલ્સ સહિતની ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ત્રણ આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું બહાર આવ્યું હતું.

Back to top button