એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીય-અમેરિકન પ્રીશાને મળ્યું વિશ્વના તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં સ્થાન

Text To Speech
  • લગભગ 90 દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામો બાદ થયો નિર્ણય
  • 9 વર્ષીય પ્રીશાને વિવિધ પરીક્ષાઓમાં તેના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવી

નવી દિલ્હી, 16 ડિસેમ્બર : પ્રતિષ્ઠિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફૉર ટેલેન્ટેડ યુથ દ્વારા 9 વર્ષીય ભારતીય-અમેરિકન સ્કૂલ ગર્લ પ્રીશા ચક્રવર્તીને વિશ્વની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. લગભગ 90 દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામોના આધારે પ્રીશા ચક્રવર્તીને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. સોમવારે જારી કરાયેલી એક મીડિયાની યાદીમાં જણાવ્યા મુજબ, પ્રીશા કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં આવેલી વોર્મ સ્પ્રિંગ એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થિની છે અને તે 2023ના ઉનાળામાં US સ્થિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ માટે ત્રીજા ધોરણની વિદ્યાર્થી તરીકે હાજર રહી હતી. દર વર્ષે 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ પરીક્ષામાં લાયક ઠરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રીશા ચક્રવર્તીને વિશ્વના 90થી વધુ દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓની તપાસ કર્યા બાદ આ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. ચક્રવર્તીને વિવિધ પરીક્ષાઓમાં તેના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવી છે.

પ્રીશાને ભણવા ઉપરાંત ટ્રાવેલિંગ અને માર્શલ આર્ટનો શોખ

પ્રીશા પ્રખ્યાત મેન્સા ફાઉન્ડેશનની લાઈફ મેમ્બર છે, જે વિશ્વની સૌથી જૂની હાઈ આઈક્યુ સોસાયટી છે. વિવિધ સંબંધિત પરીક્ષાઓમાં 98 ટકા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ આ સોસાયટીના સભ્ય બની શકે છે. પ્રીશાનાં માતા-પિતાના જણાવ્યા અનુસાર, તે પહેલેથી ભણવાની શોખીન છે અને તે એક તેજસ્વી વિદ્યાર્થી છે. અભ્યાસ ઉપરાંત પ્રીશાને ટ્રાવેલિંગ અને માર્શલ આર્ટ પણ પસંદ છે.

આ પણ જુઓ :VIDEO: Elon Muskના રોબોટે કર્યો કમાલ, માનવીની જેમ ઘરનું કામ કરતો દેખાયો

Back to top button