ભારત – ઝિમ્બાબ્વે સીરીઝ : લક્ષ્મણ ફરીથી ટીમ ઈન્ડિયાના કોચ બનશે, જય શાહે કરી ખરાઈ


ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં કોચની ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા એવા લક્ષ્મણને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના હરારેમાં 18, 20 અને 22 ઓગસ્ટે ત્રણ વનડે રમવા જવાની છે.
રાહુલ દ્રવિડ ટીમને છોડી દેશે ? શું કહ્યું જય શાહે જાણો…
આ મામલે જય શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “હા, વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમનો હવાલો સંભાળશે. એવું નથી કે રાહુલ દ્રવિડ બ્રેક લઈ રહ્યો છે. ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણી 22 ઓગસ્ટે સમાપ્ત થશે. અને દ્રવિડ 22 ઓગસ્ટે ભારતીય ટીમ સાથે એશિયા કપ માટે UAE પહોંચશે. બંને વચ્ચે બહુ ઓછો તફાવત છે, તેથી લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમનો હવાલો સંભાળશે.
વીવીએસ લક્ષ્મણને ક્યાં કારણોસર ટીમ સાથે જોડવામાં આવ્યા ?
વધુમાં જય શાહે કહ્યું કે, “ઝિમ્બાબ્વેમાં ODI ટીમ સાથે માત્ર કે.એલ. રાહુલ અને દીપક હુડ્ડા છે, તે તાર્કિક હતું કે મુખ્ય કોચ T20 ટીમ સાથે જાય.” માત્ર બે સભ્યો રાહુલ અને હુડ્ડા છે. શાહે એ પણ ખુલાસો કર્યો કે કેએલ રાહુલ અને દીપક હુડ્ડા એશિયા કપની ટીમનો ભાગ હોવાથી તે સીધા દુબઈથી હરારે જશે. BCCIમાં એવી પરંપરા રહી છે કે NCA ચીફને અન્ય અથવા A ટીમોના કોચ માટે બોલાવવામાં આવે છે. લક્ષ્મણ અગાઉ જૂન-જુલાઈમાં ભારતીય ટીમ સાથે બ્રિટન ગયો હતો. ત્યાં તે આયર્લેન્ડ સામેની બે T20I શ્રેણી દરમિયાન ભારતના કોચ હતા. તે સમયે રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડમાં હતો.