ટ્રેન્ડિંગમનોરંજન

Oscar 2023 Winners: ભારતને 2 ઓસ્કાર એવોર્ડ, આ ફિલ્મે 7 એવોર્ડ્સ જીત્યા

Text To Speech

અમેરિકાના લોસ એન્જલસમાં  95માં એકેડેમી એવાર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભારતને બે એવોર્ડસ મળ્યા છે. ‘ધ એલિફેન્ટ વિસ્પરર્સ’ને બેસ્ટ ડૉક્યુમેંટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઑસ્કર મળ્યો જયારે ‘RRR’ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો.

95માં એકેડેમી અવોર્ડસમાં ‘Everything Everywhere All at Once’ છવાયેલી રહી, ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ સહીત 7 ઓસ્કાર એવોર્ડસ જીત્યા છે.

બ્રેન્ડન ફ્રેઝરને ‘ધ વ્હેલ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

મિશેલ યોહને ‘Everything Everywhere All at Once’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જણાવી દઈએ કે મિશેલ યોહ ઓસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ અભિનેત્રી છે.

Oscar 2023 Winnersનું List

  • બેસ્ટ ફિલ્મ – Everything Everywhere All at Once
  • બેસ્ટ ડાયરેક્ટર – Everything Everywhere All at Once
  • બેસ્ટ ફિલ્મ એડીટીંગ – Everything Everywhere All at Once
  • બેસ્ટ એક્ટ્રેસ – મિશેલ યોહ (Everything Everywhere All at Once)
  • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે – Everything Everywhere All at Once
  • બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ – જેમી લી કર્ટિસ (Everything Everywhere All at Once)
  • બેસ્ટ સપોર્ટીંગ એકટર – કે હુય ક્વાન (Everything Everywhere All at Once)
  • બેસ્ટ એક્ટર – બ્રેન્ડન ફ્રેઝર (The whale)
  • બેસ્ટ ઓરીજીનલ સોંગ – નાટુ નાટુ (RRR)
  • બેસ્ટ સાઉન્ડ – ટોપ ગન: માવેરિક
  • બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે – સારાહ પોલી (Women Talking)
  • બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – અવતારઃ ધ વે ઓફ વોટર
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (All Quiet on the Western Front)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
  • બેસ્ટ ઓરીજીનલ સ્કોર – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સ
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર
  • બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
  • બેસ્ટ મેક-અપ એન્ડ હેરસ્ટાઇલ – ધ વ્હેલ
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – નવલ્ની (Navalny)
  • બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ – એન આઇરિશ ગુડબાય (An Irish Goodbye)
  • બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – ગ્યુલેર્મો ડેલ ટોરોસ પિનોચિઓ

Back to top button