ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી, શુભમન ગિલ રમશે
- ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતે ટોસ જીત્યો
- ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવામાં આવી રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન સામેની ભારતીય ટીમમાં ક્રિકેટર શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ ઈલેવનની ટીમ
પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ ઈલેવનની ટીમમાં રોહિત શર્મા(કેપ્ટન), કે.એલ.રાહુલ(વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
CWC 2023. India XI: R Sharma(c), S Gill, V Kohli, S Iyer, KL Rahul(WK), H Pandya, R Jadeja, S Thakur, K Yadav, M Siraj, J Bumrah. https://t.co/RBULW3l3hQ #INDvPAK #CWC23
— BCCI (@BCCI) October 14, 2023
ભારત સામે પાકિસ્તાનની પ્લેઇંગ ઈલેવનની ટીમ
ભારત સામે પાકિસ્તાનની પ્લેઇંગ ઈલેવનની ટીમમાં બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
CWC 2023. Pakistan XI: B Azam (c), A Shafique , Imam-ul-Haq, M Rizwan (WK), S Shakeel, I Ahmed, M Nawaz, S Khan, S S Afridi, H Rauf, H Ali. https://t.co/RBULW3l3hQ #INDvPAK #CWC23
— BCCI (@BCCI) October 14, 2023