ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારતે નેધરલેન્ડ સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

  • ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની 45મી અને ODI ની ત્રીજી મેચ
  • બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ સામ-સામે ટકરાશે
  • ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

World Cup 2023 : બેંગલુરૂમાં ભારતીય ટીમ આજે દિવાળીના દિવસે યોજાયેલી વર્લ્ડ કપ 2023ની મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની 45મી મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નેધરલેન્ડની ટીમ ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતરશે. આજે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ રહેલી છે. ODI ક્રિકેટમાં બંને ટીમો અત્યાર સુધી માત્ર બે વાર સામસામે આવ્યા છે. આ બંને મેચ વર્લ્ડ કપ (2003, 2011) દરમિયાન પણ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ બંને મેચમાં સરળતાથી જીત નોંધાવી હતી. ત્યારે આજે પણ ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે.

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં રમેલી તમામ 8 મેચમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર સ્થાન મેળવાયું છે જ્યારે નેધરલેન્ડની ટીમે 8માંથી 6 મેચમાં હારનો સામનો કર્યો છે અને 2 મેચમાં જીત હાંસલ કરતાં છેલ્લા સ્થાન પર છે. આવી સ્થિતિમાં આજની મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં એકતરફી જઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભારતની પ્લેઇંગ ઇલેવનની ટીમ

નેધરલેન્ડ સામે ભારતની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (wk),  સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ,  કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવનની ટીમ

ભારત સામે નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં મેક્સ ઓ’ડાઉડ, વેસ્લી બેરેસી, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (c અને wk)), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોએલોફ વાન ડેર મેરવે,  આર્યન ડુ, પોલ વાન મીકેરેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે સારી

બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 27 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 13 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે જયારે 14 વખત રન ચેઝ કરનાર ટીમ જીતી છે. આ મેદાન પર ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરતી હોય છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 401 રનનો રહ્યો છે જે આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે બનાવ્યો હતો જેથી આ મેદાનની પિચ બેટિંગ માટે સારી ગણવામાં આવે છે. ત્યારે આજે પણ રનોનો વરસાદ જોવા મળી શકે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે બહુ અસરકારક સાબિત થશે નહીં પરંતુ ફાસ્ટ બોલરોને અહિયાં થોડી મદદ મળી શકે છે.

ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે, તેથી તે મેચ જીતીને સેમીફાઇનલ માટે શાનદાર તૈયારીઓ કરવા માંગશે. બીજી તરફ નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર રહેશે.

આ પણ વાંચો :ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની કારમી હાર સાથે વર્લ્ડ કપમાંથી વિદાય

Back to top button