ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન: વેસ્ટઈંડિઝને 6 વિકેટે હરાવી ઈન્ટરનેશનલ માસ્ટર લીગ જીતી

Text To Speech

India wins International Masters League 2025: ભારતે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ખિતાબ જીતી લીધો છે. ઈંડિયા માસ્ટર્સ ટીમ વેસ્ટઈંડિઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ટ્રોફી જીતવામાં સફળ રહી. પહેલા બેટીંગ કરતા વેસ્ટઈંડિઝે 148 રન બનાવ્યા, જેમાં ભારતે 17 બોલ રહેતા આસાનીથી મેચ જીતી લીધી હતી. ભારતની જીતમાં સૌથી મોટી ભૂમિકા અંબાતી રાયડૂએ નિભાવી. જેણે 50 બોલમાં 74 રન બનાવી શાનદાર ઈનિંગ રમી અને ટીમને જીત અપાવી.

અંબાતી રાયડુની મેચ વિનિંગ ઇનિંગ્સે જીત અપાવી

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી, જેમાં ઓપનર ડ્વેન સ્મિથે 45 રન બનાવ્યા. જોકે, બ્રાયન લારા અને વિલિયમ્સ પર્કિન્સ ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયા. શાહબાઝ નદીમે શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં ફક્ત 12 રન આપીને 2 વિકેટ લીધી. લેન્ડલ સિમોન્સે ૫૭ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, પરંતુ ભારત માટે નદીમ તેમજ વિનય કુમારે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૩ વિકેટ લીધી.

જ્યારે ભારતનો વારો આવ્યો ત્યારે અંબાતી રાયડુએ શાનદાર લયમાં બેટિંગ કરી. રાયડુ અને સચિન તેંડુલકર વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી, જેમાં સચિને 25 રન બનાવ્યા અને આઉટ થયો. ગુરકીરત સિંહ માન પણ ૧૪ રન બનાવીને આઉટ થઈ ગયા હતા, પરંતુ રાયડુ એક છેડે મજબૂત રહ્યો અને ૫૦ બોલમાં ૭૪ રન બનાવ્યા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જેના કારણે ભારતે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ પણ જીતી

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને માત્ર એક અઠવાડિયું જ થયું છે અને હવે સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા માસ્ટર્સે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો ખિતાબ પણ જીત્યો છે. આ શાનદાર વિજય સાથે, ભારતે સાબિત કર્યું છે કે તેમનું પ્રદર્શન સતત ઉત્તમ છે. ભારતે ટુર્નામેન્ટ દરમિયાન કુલ 7 મેચ રમી હતી, જેમાંથી તે ફક્ત એક જ મેચ હારી ગયું હતું. આ અદ્ભુત અભિયાનમાં, ટીમ ઇન્ડિયાએ તેની તાકાત અને વ્યૂહરચનાનું શાનદાર પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો: ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, આ તારીખ બાદ પડશે ભયંકર ગરમી, આવતા મહિને માવઠું પણ થશે

Back to top button