ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રાજકોટમાં India Women’s ટીમે રચ્યો ઇતિહાસ : વનડેમાં ખડકયા 435 રન

  • કેપ્ટન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોરદાર સદી
  • ભારતે 72 કલાકમાં તોડ્યો પોતાનો જ રેકોર્ડ

રાજકોટ, 15 જાન્યુઆરી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે.  ટીમ ઈન્ડિયાએ વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 400 રનના આંકડાને સ્પર્શ કર્યો છે. ભારતનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર 370 રન હતો પરંતુ રાજકોટ ખાતે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીઓના આધારે ટીમ ઈન્ડિયાએ 400ના આંકને સ્પર્શ કર્યો હતો. ભારતે માત્ર 46 ઓવરમાં 400 રનનો સ્કોર પાર કરી લીધો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આ મેચ ઐતિહાસિક બની ગઈ છે કારણ કે તે ODIમાં 400નો સ્કોર પાર કરનારી પ્રથમ એશિયન ટીમ છે.

મહિલા ક્રિકેટમાં કેટલી વખત 400નો આંકડો પાર કર્યો છે?

મહિલા ક્રિકેટમાં છઠ્ઠી વખત કોઈ ટીમે 400નો આંકડો સ્પર્શ કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે વનડેમાં ચાર વખત 400થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ એકવાર આ કારનામું કર્યું છે.  ટીમ ઈન્ડિયા વનડેમાં 400 રનનો આંકડો પાર કરનારી પ્રથમ એશિયન ટીમ છે.

રસપ્રદ વાત એ છે કે આયર્લેન્ડ સામે 4 વખત 400નો આંકડો પહોંચ્યો છે. એકવાર ડેનમાર્ક સામે અને એક વખત પાકિસ્તાન સામે 400થી વધુનો સ્કોર થયો હતો. ટીમ ઈન્ડિયાએ સતત બે મેચમાં 350થી વધુ રન બનાવ્યા છે, ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં પણ આવું પહેલીવાર બન્યું છે. ન્યૂઝીલેન્ડે વનડેમાં સતત ત્રણ વખત 350થી વધુ રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ 72 કલાકમાં પોતાનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાએ 12 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામેની બીજી ODIમાં 370 રન બનાવ્યા હતા, જે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ માત્ર 72 કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાને 400થી આગળ લઈ જવામાં ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રતિકાએ 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ માત્ર 80 બોલમાં 135 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ માત્ર 70 બોલમાં સદી ફટકારી અને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા ભારતીય ક્રિકેટર બની.

આયર્લેન્ડ સામે 435 રન બનાવ્યા હતા

ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ સામે 50 ઓવરમાં 435 રન બનાવ્યા હતા. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાની સદી ઉપરાંત વિકેટકીપર રિચા ઘોષે 59 રનની ઇનિંગ રમી હતી.  ટીમ ઈન્ડિયાની ઈનિંગ દરમિયાન કુલ 9 છગ્ગા અને 48 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આયર્લેન્ડે ખૂબ જ ખરાબ બોલિંગ કરી અને 29 એક્સ્ટ્રા આપ્યા હતા.

આ પણ વાંચો :- જ્યારે મારા પાંચ વર્ષના બાળકે પારિવારિક ચિત્ર દોર્યું અને એમાં હું નહોતી…14 કલાક કામ કરનાર મહિલા CAએ વ્યક્ત કરી પીડા

Back to top button