શ્રીલંકા સામે ભારતનો 4 વિકેટે વિજય : 2-0થી મેળવી અજેય લીડ
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.જેમાં ભારતે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતે તેને 39.4 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સામે ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો : અહો આશ્ચર્યમ્ !: IPL રમ્યા વગર પણ રિષભ પંતને મળશે કરોડો રુપિયા !
A victory by 4️⃣ wickets for #TeamIndia in the second #INDvSL ODI here in Kolkata and the series is sealed 2️⃣-0️⃣ ????????
Scorecard ▶️ https://t.co/jm3ulz5Yr1 @mastercardindia pic.twitter.com/f8HvDZRJIY
— BCCI (@BCCI) January 12, 2023
ભારતે મેળવી અજેય લીડ
શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીમાં ભારતની આ બીજી જીત છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં તેણે ચાર વિકેટથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 67 રને જીતી હતી. હવે ત્રીજી અને અંતિમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
FIFTY!
A gritty half-century by @klrahul as he brings up his 12th ODI half-century ????
Live – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/ePUQABti4M
— BCCI (@BCCI) January 12, 2023
રાહુલે અડધી સદી ફટકારી
ભારત તરફથી બેટિંગ કરતા અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે 93 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વનડેમાં આ તેની 12મી અડધી સદી છે. રાહુલે 103 બોલમાં કુલ 64 રન બનાવ્યા હતા, જે ભારત તરફથી સર્વાધિક સ્કોર હતો. આ સિવાય હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન અને શ્રેયસ ઐયરે 33 બોલમાં 28 રન બનાવ્યાં હતા. શ્રીલંકા તરફથી કરુણારત્ને અને લાહિરુ કુમારાએ 2-2 વિકેટ લીધી હતી.