ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકમાં ભારત આજથી પોતાનું શરૂ કરશે અભિયાન, આર્ચરી ટીમ એક્શન મોડમાં

  • ફૂટબોલ અને રગ્બી સેવન્સની મેચ 24મી જુલાઈના રોજ રમાઈ, આજે હેન્ડબોલ અને તીરંદાજીની ઈવેન્ટ્સનું આયોજન 

નવી દિલ્હી, 25 જુલાઇ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે, જેમાં ફૂટબોલ અને રગ્બી સેવન્સની મેચ 24મી જુલાઈના રોજ રમાઈ હતી. આ બે ઈવેન્ટ્સ ઉપરાંત 25 જુલાઈએ એટલે કે હેન્ડબોલ અને તીરંદાજી(આર્ચરી)ની પુરુષો અને મહિલા ઈવેન્ટ્સ પણ યોજાશે જેમાં ભારતીય એથ્લેટ્સ પણ એક્શનમાં જોવા મળશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સની સત્તાવાર શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થશે. આ વખતે ઓલિમ્પિકમાં વિવિધ દેશોના લગભગ 10,500 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે.

 

તીરંદાજીની ટીમ રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે

છ તીરંદાજોની ભારતની આખી પેરિસ ઓલિમ્પિક ટીમ આજે 25 જુલાઈના રોજ એક્શનમાં જોવા મળશે, જેમાં લેસ ઈન્વેલિડ્સ ખાતે તીરંદાજી રેન્કિંગ રાઉન્ડ પર બધાનું લક્ષ્ય રહેશે. પેરિસ ઓલિમ્પિક પહેલા આખી તીરંદાજી ટીમ 2012ના લંડન ઓલિમ્પિકમાં પ્રવેશી હતી. આ વખતે, પુરુષોની ટીમ અને વ્યક્તિગત સિવાય, મહિલા ટીમ અને વ્યક્તિગત સાથે મિક્સ્ડ ટીમની તમામ 5 ઇવેન્ટમાં તીરંદાજી ટીમ એક્શનમાં જોવા મળશે. ભારતીય તીરંદાજી ટીમ માટે 25 જુલાઈએ આજે યોજાનાર રેન્કિંગ રાઉન્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રેન્કિંગ રાઉન્ડમાં ટોપ 4ને ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળશે

જો ભારત પેરિસ ઓલિમ્પિકમાં તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડની વાત કરવામાં આવે તો ટોચની 4 ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે જ્યારે બાકીની 4 ટીમોનો નિર્ણય 12મી રેન્કિંગ સુધી રહેનારી ટીમો વચ્ચેની મેચ સાથે નક્કી થશે. જ્યારે તીરંદાજીની મિક્સ્ડ રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટમાં ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવશે જેમાં ટોપ-16માં રહેલી ટીમો જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકશે. ભારત તરફથી તીરંદાજીની આ રેન્કિંગ ઈવેન્ટમાં દીપિકા કુમારી ઉપરાંત ભજન કૌર, અંકિતા ભકત, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ અને ધીરજ બોમ્મદેવરાના નામ સામેલ છે.

ભારતની પેરિસ ઓલિમ્પિક્સ 2024માં આજનું શેડ્યૂલ 

તીરંદાજી(આર્ચરી)

  • મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ – 1pm IST
  • પુરુષોનો વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ – 5:45 pm IST

આ પણ જૂઓ: પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે સુવર્ણ તક, આજ સુધી કોઈએ નથી કર્યું એ હવે થશે!

Back to top button