ભારત ઇલોન મસ્કની શરતો સ્વીકારશે નહીં: પીયૂષ ગોયલનું ટેસ્લાની એન્ટ્રી પર મોટું નિવેદન
- સરકાર વિશ્વના તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કરે તેવી સમાન નીતિ જ ઘડશે: પીયૂષ ગોયલ
નવી દિલ્હી, 10 માર્ચ: ભારત ઇલોન મસ્કની શરતો સ્વીકારશે નહીં. ભારત પોતાની નીતિઓ અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા અનુસાર ઘડશે નહીં. દેશના કાયદા અને ટેરિફ નિયમો તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને આકર્ષવા માટે એકસમાન રીતે તૈયાર કરવામાં આવશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે. ટેસ્લા ભારતમાં આવતા પહેલા પ્રારંભિક ચાર્જ કન્સેશન માંગે છે. આનાથી તેઓને 40,000 US ડોલરથી ઓછી કિંમતની કાર માટે 70 ટકા કસ્ટમ્સ ડ્યુટી અને 40,000 US ડોલરથી વધુ કિંમતની કાર માટે 100 ટકા કસ્ટમ ડ્યુટી ‘ઓફસેટ’ કરવામાં મદદ મળશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એમ પણ ઉમેર્યું હતું કે, આ માટે સરકાર એવી નીતિઓ બનાવશે નહીં જે કોઈ એક કંપની માટે ફાયદાકારક હોય, પરંતુ એવી નીતિઓ બનાવવામાં આવશે જે વિશ્વના તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કરશે.
કોઈ એક કંપનીને ફાયદો થાય તેવી નીતિ બનાવવામાં આવશે નહીં: કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર મજબૂત EV ઇકોસિસ્ટમની જરૂરિયાતને સમજે છે, કારણ કે બેટરીથી ચાલતા વાહનોના વધુ ઉપયોગથી કાર્બન ઉત્સર્જન તેમજ ક્રૂડ ઓઇલના આયાત બિલમાં ઘટાડો થશે.આ માટે સરકાર એવી નીતિઓ બનાવશે નહીં જે કોઈ એક કંપની માટે ફાયદાકારક હોય, પરંતુ એવી નીતિઓ બનાવવામાં આવશે જે વિશ્વના તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કરશે. આ સંદર્ભે અનેક પહેલો(લેવલ) પર કામ ચાલુ છે, અને આંતર-મંત્રાલય પરામર્શ અને હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે.
STORY | India not to tailor policy for Tesla; EV maker as also other global players welcome in India: Piyush Goyal
READ: https://t.co/jcifsV2KND pic.twitter.com/Mwv6yblZOD
— Press Trust of India (@PTI_News) March 10, 2024
સરકારનો સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હેતુ: પીયૂષ ગોયલ
પીયૂષ ગોયલે વધુમાંકહ્યું કે, યુરોપ, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને વિશ્વભરના સંભવિત રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. ભારતમાં મોટર વાહનો પર ઉચ્ચ ડ્યુટી છે, જેનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશી કાર ઉત્પાદકો માટે આ એક મોટો મુદ્દો છે. સરકાર કોઈ એક કંપની કે તેના હિત માટે નીતિઓ બનાવતી નથી. દરેક વ્યક્તિ પોતાની માગણી કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સરકાર તેમની માંગના આધારે નિર્ણય લેશે.” પીયૂષ ગોયલ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું સરકાર ટેસ્લાને મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે કોઈ છૂટ આપવામાં આવશે.
આ પણ જુઓ: ગૂગલમાં કામ કરતી છોકરીનું ઓફિસ વર્ક કલ્ચર જોઈ લોકો હક્કા-બક્કા રહી ગયા, જુઓ વીડિયો