આ વર્ષના અંત સુધીમાં ભારત લાવશે પોતાની ડિજિટલ કરન્સી, જાણો ક્યા ક્યા દેશ પાસે છે ઇ-કરન્સી…
ભારતીય રિઝર્વ બેન્ક આ વર્ષના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. આમ તો 11 દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે. જો કે એ બધા જ નાના દેશ છે. જેમ કે બહામાસ, જમૈકા, નાઇજિરિયા અને ઇસ્ટર્ન કેરિબિયનના આઠ દેશ. ચીનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટના સ્તર પર છે અને ટેસ્ટિંગ જારી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હજુ પણ રિસર્ચના તબક્કામાં છે.
RBIએ કહ્યું હતું કે તે પાયટલ પ્રોજેક્ટ પર ડિજીટલ કરન્સી (CBDC) લોન્ચ કરશે. પાયલટ પ્રોજેક્ટમાં કેટલીક સ્થિતિમાં જ ઇ-રૂપીનો ઉપયોગ કરાશે. બેન્કે તેના ઉદ્દેશ્યો, ફાયદા તેમજ જોખમોને લઇને એક કોન્સેપ્ટ નોટ પણ જારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિજીટલ કરન્સીનો સૌથી પહેલા ઉપયોગ જથ્થાબંધ કારોબાર માટે કરાશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ દરમિયાન ડિજીટલ કરન્સી જારી કરવાની જાહેરાત કરી હતી. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની ચાર સરકારી બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરાઇ છે.
આ પણ વાંચો :હવે ચેક બાઉન્સ થયો તો ગયા સમજો, કેન્દ્ર લાવવા જઈ રહ્યું છે આ નવા નિયમો..