ભારતની યુએસ LNG પર આયાત જકાતને રદ કરવાની વિચારણા


નવી દિલ્હી, 29 માર્ચ, 2025: ભારત યુએસ LNG-લિક્વીફાઇડ નેચરલ ગેસની ખરીદી વધારવા અને વોશિંગ્ટોન સાથે ટ્રેડ સરપ્લસને ઓછી કરવા માટે LNG પરની આયાત જકાત રદ કરવાનું વિચારી રહી છે જે ડોનાલ્ડ ટ્રમ્પને ઉશ્કેરાટ લાવે તેવી બાબત છે. નોંધનીય છે કે અમેરિકા ભારતનો બીજા ક્રમનો સપ્લાયર છે પરંતુ ભારતની ઉર્જા ખાધવાળા અર્થતંત્ર માટે બન્ને બાજુથી વોલ્યુમોમાં વધારો થાય તેવી શક્યતા છે. કતાર ભારતને LNG પૂરો પાડતો દેશ છે.
વડાપ્રધાનની પાછલા મહિને અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતે યુએસ ઉર્જા ખરીદીમાં 10 અબજ ડોલરનો વધારો કરીને નજીકના ભવિષ્યમાં 25 અબજ ડોલરની કરવા માંગે છે અને ભારતના અમેરિકા સાથે ટ્રે સરપ્લસને સરભર કરવા માગે છે. પાછલા વર્ષે કુલ ટ્રેડ સરપ્લસનો આંક 45.4 અબજ ડોલર હતો. આયાત જકાત રદ કરવાથી યુએસ LNGને દ્વિપક્ષીય કરાર અંતર્ગત સ્પર્ધાત્મક બનાવશે જેમ કે યુએઇ સાથે થયુ હતું. ભારત હાલમાં 2.5 બેઝિક કસ્ટમ જકાત અને વધારાની 0.25 ટકા સામાજિક કલ્યાણ કર LNG પર લાદે છે, પરંતુ આ જકાત યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) અને ઓસ્ટ્રેલિયા પર દ્વિપક્ષીય કરાર અંતર્ગત લાદવામાં આવતી નથી.
કેનેડા અને યુરોપિયન સિવાય ભારત ભાગીદાર દેશો પર કર લાદવાના પગલાંમાં ટ્રમ્પ તંત્રને ખુશ રાખવા માંગે છે અને તે અમેરિકાથી થતી 23 અબજ ડોલરની આયાત પર ટેરિફમાં કાપ મુકવા માટે મુક્ત છે.
દરમિયાનમાં ભારતે અમેરિકાથી આયાત કરાતી ખેત પેદાશો જેમ કે બદામ અને ક્રેનબેરીઝ પરની ટેરિફ ઘટાડવાની પણ ઓફર કરી છે. ઉપરાંત, યુ.એસ.માંથી LNG આયાત પર ગયા મહિને લાદવામાં આવેલ ચીનનો 15% આયાત કર સુપર-ચીલ્ડ ઇંધણના વેપારને ભારત તરફ વાળી શકે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી 2023 અને 2030 ની વચ્ચે ગેસના વપરાશમાં 60% ઉછાળાની અપેક્ષા રાખે છે, તે સમયગાળામાં LNGની આયાત બમણી થઈ જશે.
આ પણ વાંચોઃ BSNLના એક લાખ 4G ટાવર્સને 5Gમાં રૂપાંતરીત કરાશે, આત્મનિર્ભર ભારત હેઠળનું મોટુ પગલું