આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઇલોન મસ્કના સ્ટારલિંકને ભારતીય રેગ્યુલેટર ટ્રાઇનો ઝટકો, મર્યાદિત સમયની આપશે લિમીટ

નવી દિલ્હી, 14 માર્ચઃ ભારતના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ સેટેલાઇટ બ્રોડબેન્જ સ્પેક્ટ્રમ માટે ઇલોન મસ્કના સ્ટારલિંકને ભારતીય રેગ્યુલેટરનો ઝટકો લાગે તેવો એક મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર ટ્રાઇએ સેટેલાઇટ સ્પેક્ટ્રમને ફક્ત 5 વર્ષ માટે જ ફાળવણી કરવાની ભલામણ કરી છે, જેથી બજારની પ્રારંભિક પ્રતિક્રિયાને સમજી શકાય. આ નિર્ણય ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકના 20 વર્ષ માટે સ્પેક્ટ્રમની ફાળવણીની માંગની તદ્દન વિરુદ્ધ છે.

જાણો શુ છે સમગ્ર મામલો

પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર સૂત્રોના હવાલાને ટાંકીને જણાવ્યુ છે કે ટ્રાઇએ હાલમાં સેટેલાઇટ સ્પેક્ટ્રમના ટાઇમ ફ્રેમ અને પ્રાઇસિંગ માટે કેન્દ્ર સરકારને પોતાની ભલામણો મોકલવાની તૈયારીમાં છે. ટ્રાઇની ભલામણ છે કે સ્પેક્ટ્રમની ફક્ત પાંચ વર્, પૂરતી ફાળવણી કરવી જોઇએ જેથી બજારનો પ્રતિભાવ જાણી શકાય. ઉપરાંત સ્પેક્ટ્રમની હરાજીને બદલે સીધી એટલે કે એડમિનીસ્ટ્રેટીવ રીતે ફાળવણી કરવી જોઇએ.

જિયો સાથે ભાગીદારી

દરમિયાન, ઇલોન મસ્ક અને ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીએ તાજેતરમાં એક ભાગીદારી કરી, જે હેઠળ અંબાણીના રિલાયન્સ સ્ટોર્સમાં સ્ટારલિંકના ઉપકરણો વેચવામાં આવશે. આનાથી સ્ટારલિંક વિતરણને મોટા પાયે ઍક્સેસ મળશે. જોકે, સ્પેક્ટ્રમને લઈને બંને કંપનીઓ વચ્ચે મતભેદો પણ જોવા મળ્યા છે. રિલાયન્સે માત્ર 3 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવવાની માંગ કરી હતી, જ્યારે સ્ટારલિંક 20 વર્ષ માટે પરમિટ માંગે છે.

અન્ય કંપનીઓ શું કહે છે?

ભારતની અન્ય એક મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે પણ માત્ર 3-5 વર્ષ માટે સ્પેક્ટ્રમ લાઇસન્સ આપવાની ભલામણ કરી છે. એરટેલે પણ રિલાયન્સની જેમ સ્ટારલિંક સાથે ડિસ્ટ્રિબ્યુશન ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાઈ 5 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની માંગને સ્વીકારવા જઈ રહી છે, જેથી સમજી શકાય કે આ સેક્ટર કેવી રીતે આગળ વધે છે. એક અધિકારીએ કહ્યું, “આનાથી બજારની સ્ટેબિલીટીને સમજવામાં મદદ મળશે, તેથી 5 વર્ષથી વધુ સમય આપવાનો કોઈ અર્થ નથી.”

શું ફાયદો થશે?

ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર 5 વર્ષની ટૂંકી મુદત સરકારને બજારના વિકાસ સાથે સ્પેક્ટ્રમના ભાવમાં સુધારો કરવાની તક આપશે. ટ્રાઈની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે, ત્યારબાદ તેને ટેલિકોમ મંત્રાલયને મોકલવામાં આવશે.

મસ્ક અને અંબાણીની ભાગીદારી

ઇલોન મસ્ક અને મુકેશ અંબાણી વચ્ચેની આ ભાગીદારી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં વોશિંગ્ટનમાં મસ્કને મળ્યા હતા. આ બેઠકમાં બંનેએ સ્પેસ, મોબિલિટી, ટેક્નોલોજી અને ઈનોવેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

જો કે, અંબાણીને ચિંતા છે કે તેમની ટેલિકોમ કંપની, જેણે સ્પેક્ટ્રમની હરાજીમાં 19 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો, તે સ્ટારલિંકના કારણે બ્રોડબેન્ડ ગ્રાહકો ગુમાવી શકે છે. ભવિષ્યમાં ડેટા અને વૉઇસ ગ્રાહકોને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ Video : 172 પેસેન્જર લઈ જતા અમેરિકન એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી, ધુમાડાના ગોટા ઉડ્યા

Back to top button