T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

આફ્રિકા સામેની હારમાં પણ છે ભારતની જીતનું રહસ્ય, સેહવાગે આપ્યા સંકેત

ભારત vs દક્ષિણ આફ્રીકાની મેચમાં ભારતનો 5 વિકેટે પરાજય થયો હતો. ત્યારે ઓપનર ફેલ જતા અને ખરાબ ફિલ્ડીંગના કારણે ભારતને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. જે હાર બાદ ફેન્સમાં થોડી નિરાશા છવાઈ હતી. પણ આ હાર બાદ પણ ભારતીય ટીમ ચેમ્પીયન બની શકે છે. જેને લઈને ભૂતપુર્વ ક્રિકેટર સેહવાગે સંકેત આપ્યા છે.

ટોચના ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે કાલની મેચમાં 40 બોલમાં 68 રન (6 ચોગ્ગા, 3 છગ્ગા) લગાવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેની કારકિર્દીની બીજી યાદગાર ઇનિંગ રમી હતી અને પછી ઉભરતા સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (2/25) એ પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી લીધી હતી. જે બાદ તો લાગતુ હતુ કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી દક્ષિણ આફ્રિકાને હાર આપશે. જોકે, ડેવિડ મિલર (59* રન) અને એઈડન માર્કરામ (52 રન, 41 બોલ, 6 ફોર, 1 સિક્સ)એ જોરદાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયા પાસેથી જીત છીનવી લીધી હતી. અને ભારત હાર્યુ હતુ. ત્યારે ભારતની આ હારમાં પણ જીતનો ફોર્મ્યુલા છુપાયેલો છે તો ચાલો જાણીએ તે રહસ્ય.

ભારતની હારમાં પણ છે જીતનુ રહસ્ય

આ હાર સાથે 2011નો સંયોગ બની ગયો છે. વનડે વર્લ્ડ કપ જીતતી વખતે, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હારી હતી અને તે પછી તેણે ટાઇટલ જીત્યું હતું. ઉપરાંત, એક સંયોગ પહેલેથી જ બન્યો હતો. આયર્લેન્ડે 2011ની જેમ જ ઈંગ્લેન્ડને હરાવીને આખી મેચ બદલી નાખી હતી. ત્યારે આવું જ કઈ ટીમ ઈન્ડિયા સાથે પણ થઈ રહ્યુ છે. જેને લઈને 2011ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા વીરેન્દ્ર સેહવાગે આ ઓવર તરફ ઈશારો કરીને કહ્યું- દક્ષિણ આફ્રિકાએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. અને ભારતે અંત સુધી સારી લડત આપી પરંતુ 133 રન પૂરતા ન હતા. 2011ના વર્લ્ડ કપમાં ભારત લીગ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. પણ આશા છે કે આપણે અહીંથી જ જીતીશુ.

આ ભાગીદારી સાઉથ આફ્રિકાને જીત  તરફ લઈ ગઈ 

ભારતે લુંગી એનગિડી (4/29) અને વેઈન પાર્નેલ (3/15)ની ઘાતક બોલિંગ છતાં સૂર્યકુમારની અડધી સદીની મદદથી નવ વિકેટે 133 રન બનાવ્યા હતા. તે વિજેતા કુલ ન હતું. જો કે, અર્શદીપે ઇનિંગ્સની બીજી ઓવરમાં અને તેના પહેલા ત્રણ બોલમાં ખતરનાક ક્વિન્ટન ડી કોક (1) અને રિલે રોસો (0) સાથે ભારતને સ્તર પર રાખ્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલરો મિલર અને માર્કરામને તોડી શક્યા ન હતા. ચોથી વિકેટ માટે 60 બોલમાં 76 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ કરતા તેમને રોકી શક્યા નહીં. સાઉથ આફ્રિકાએ લક્ષ્યાંકનો પીછો કરવા માટે બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવી હતી. ટૂર્નામેન્ટની ત્રણ મેચમાં આ તેની બીજી જીત છે. તેઓ હવે પાંચ પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર છે જ્યારે ભારત ત્રણ મેચમાં પ્રથમ વખત જીત્યા બાદ ગ્રુપમાં બીજા સ્થાને સરકી ગયું છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી જીત :  નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલની આશા હજી જીવંત

Back to top button