Record: અમદાવાદ ટેસ્ટમાં બાપુએ સદી ફટકારી ધોનીની કરી બરાબરી, જાણો વિગત

અમદાવાદ, તા. 3 ઓક્ટોબર, 2025: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી. વર્ષ 2025 માં અત્યાર સુધી જાડેજાએ બોલની સાથે બેટથી પણ ઘણું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં આ તેમની આ વર્ષની બીજી સદી છે. પોતાની આ સદીની સાથે જાડેજાએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં ફટકારી પોતાની છઠ્ઠી સદી
છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા માટે ઘરઆંગણે અને વિદેશમાં, બંને જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં એક ઓલરાઉન્ડરની ભૂમિકાને ખૂબ સારી રીતે નિભાવી છે, જેમાં આ તેમના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી છે. આ સાથે જ, રવીન્દ્ર જાડેજાએ એમએસ ધોનીની ટેસ્ટ સદીઓની પણ બરાબરી કરી લીધી છે, જે 6 સદીની ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યા હતા.
𝘼 𝙏𝙚𝙧𝙧𝙞𝙛𝙞𝙘 𝙏𝙤𝙣 💯
6️⃣th from the bat of Ravindra Jadeja in Tests 👏
This has been an innings of great maturity 👌
Updates ▶️ https://t.co/MNXdZcelkD#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/6YVVcg3cvF
— BCCI (@BCCI) October 3, 2025
રવીન્દ્ર જાડેજા વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 7 વખત 50+ રનની ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યા છે, જ્યારે તેઓ નંબર-6 અથવા તેનાથી નીચે બેટિંગ કરવા ઉતર્યા છે. આની સાથે જ, જાડેજાએ વીવીએસ લક્ષ્મણના રેકોર્ડની પણ બરાબરી કરી છે, જેમણે વર્ષ 2002 માં ટેસ્ટની 23 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 7 વખત આ કારનામું કર્યું હતું.
જાડેજાએ નંબર-6 પર બેટિંગ કરતા પૂરા કર્યા પોતાના હજાર રન
ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી નંબર-6 પર બેટિંગ કરતાં 1000 રન પૂરા કરનાર રવીન્દ્ર જાડેજા 7મા ભારતીય ખેલાડી બની ગયા છે. જાડેજાએ અત્યાર સુધી આ પોઝિશન પર 26 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તે 56.72 ની સરેરાશથી 1020 થી વધુ રન બનાવી ચૂક્યા છે. જાડેજા પહેલા ટીમ ઇન્ડિયા માટે આ નંબર પર હજાર કે તેથી વધુ રન વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, એમએસ ધોની અને રોહિત શર્મા બનાવી ચૂક્યા છે.
Stand up and applaud 👏👏
Ravindra Jadeja’s celebration says it all 💯
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/PCxiPwf1QS
— BCCI (@BCCI) October 3, 2025











