ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત VS ન્યૂઝીલેન્ડ, જાણો બંને ટીમમાં કોણ છે માથાભારે? આંકડા જોશો તો સમજાઈ જશે

IND vs NZ Head To Head Records: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી. તો વળી ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં ટકરાશે. પણ આ ખિતાબી મેચમાં કઈ ટીમ ભારે પડી છે? શું રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકશે? હકીકતમાં વન ડો ફોર્મેટમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ શું છે? બંને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ જણાવે છે કે, વન ડે ફોર્મેન્ટમાં ટીમ ઈંડિયાનો પક્ષ મજબૂત છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વન ડેમાં હેડ ટૂ હેડ રેકોર્ડ શું છે?

અત્યાર સુધી વન ડે ફોર્મેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ 119 વખત આમને સામને રમવા આવ્યા છે. જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 61 વાર હરાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 50 વાર હરાવી છે. આ ઉપરાંત બંને ટીમો વચ્ચે 7 મેચમાં કોઈ રિઝલ્ટ આવ્યા નહોતા. તાજેતરના દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો આમનો સામનો થયો હતો. આ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનેથી હરાવ્યું હતું. તો વળી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો 2 વાર આમનો સામનો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2000ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોનું હેડ ટૂ હેડ રેકોર્ડ બરાબર છે.

બંને ટીમોમાં ટૂર્નામેન્ટમાં કેવી છે સફર?

અહીં ઉલ્લેખનિય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈંડિયાએ બાંગ્લાદેશને હરાવીને પોતાના અભિયાનની શરુઆત કરી હતી. ત્યાર બાદ ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા. તો વળી ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આવી જ રીતે અત્યાર સુધી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચો જીતી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ ઉપરાંત પાકિસ્તાનને પણ હરાવ્યું છે. આ ઉપરાંત સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને ફક્ત ભારત વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: બંધકોને તાત્કાલિક મુક્ત કરો, નહીંતર બધું ખતમ થઈ જશે:ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને લાસ્ટ વોર્નિંગ આપી દીધી

Back to top button