ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ચોથી ટેસ્ટ: અંશુલ કંબોજનું ટેસ્ટ ડેબ્યૂ, ઈનિંગમાં લઈ ચૂક્યો છે 10 વિકેટ, જાણો કોણ છે આ ખેલાડી

માનચેસ્ટર, તા. 23 જુલાઈ, 2025: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં અંશુલ કંબોજને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. અગાઉ, ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહેલા આકાશ દીપ અને અર્શદીપ સિંહના કવર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગ્રોઈનની ઈજાથી ઝઝૂમી રહેલા આકાશ દીપે બીજી અને ત્રીજી ટેસ્ટ રમી હતી, જ્યારે અર્શદીપ આ શ્રેણીમાં હજુ સુધી રમી શક્યો નથી અને તેને પણ ઈજા થઈ છે.આકાશ દીપની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા નથી, જ્યારે અર્શદીપનું માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે, જેના કારણે પસંદગીકારોએ કંબોજને બોલાવ્યો હતો.

કોણ છે અંશુલ કંબોજ?
અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર 2000ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. અંશુલ ઓલરાઉન્ડર છે જે મધ્યમ ફાસ્ટ બોલિંગ પણ કરે છે. તે ઘરેલું ક્રિકેટમાં હરિયાણા માટે રમે છે. તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. હાલમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે, જ્યારે આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો હતો.

કંબોજે ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બે મેચમાં ભારત-એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે નોર્થમ્પ્ટન અને કેન્ટરબરીમાં ચાર ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. તેણે ગયા વર્ષે કેરળ સામે લાહલીમાં રણજી ટ્રોફી મેચમાં હરિયાણા માટે એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. તે બંગાળના પ્રેમાંગ્શુ ચેટર્જી (1956-57) અને રાજસ્થાનના પ્રદીપ સોમાસુંદરમ (1985-86) પછી આ પરાક્રમ કરનાર ત્રીજો બોલર બન્યો હતો. તેણે ગત સિઝનમાં છ રણજી મેચમાં 34 વિકેટ લીધી હતી.

અંશુલ કંબોજનો રેકોર્ડ
પ્રથમ શ્રેણી ક્રિકેટ (રણજી ટ્રોફી)
મેચ: 22
વિકેટ: 74
એવરેજ: 22.66
શ્રેષ્ઠ બોલિંગ આંકડા: 10/49 (2024/25 સિઝનમાં કેરળ સામે)

રણજી ટ્રોફીના ઇતિહાસમાં એક જ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર તે ત્રીજો બોલર બન્યો છે. તેણે નવેમ્બર 2024માં લાહલીના ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમમાં કેરળ સામે 49 રન આપીને 10 વિકેટ લીધી હતી. 39 વર્ષમાં ટૂર્નામેન્ટમાં આ પહેલો આવો કમાલ હતો.

Back to top button