ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS: બુમરાહે ખ્વાજાને કર્યો શાનદાર રીતે આઉટ, જૂઓ વીડિયો

Text To Speech

બ્રિસબેન, તા.15 ડિસેમ્બર, 2024: બોર્ડર-ગાવસ્કર સીરિઝની ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ 47 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 120 રન બનાવી લીધા છે. સ્મિથ 31 અને હેડ 29 રને રમતમાં છે. આજના દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. બુમરાહે ઑસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. બધા તેની પ્રશંસા કરી રહ્યા છે.

ખ્વાજા ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યા હતા. વિપક્ષી બેટ્સમેનના ખતરનાક ઈરાદાને સમજીને રોહિત શર્માએ ઈનિંગની 17મી ઓવર જસપ્રિત બુમરાહને સોંપી હતી. બુમરાહે પોતાના સુકાનીને પણ નિરાશ ન કર્યો.

17મી ઓવરના પહેલા જ બોલ પર તેણે ખ્વાજાના ઓફ સ્ટમ્પ પર ફેંક્લો બોલ તેના બેટની અંદરની ધાર પર લાગીને રિષભ પંતના ગ્લોવ્ઝમાં પહોંચી ગયો હતો. જે પછી તે નિરાશ થઈને પેવેલિયન તરફ વળવું પડ્યું.  બુમરાહનો બોલ રોકેટની જેમ આવ્યો, ઉસ્માન ખ્વાજા કંઈ સમજે તે પહેલા તો આઉટ થઈ ગયો.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જસપ્રીત બુમરાહનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઉસ્માન ખ્વાજાને પોતાના જ બોલ પર આઉટ કરતો જોવા મળે છે.

ઉસ્માન ખ્વાજાએ 21 રન બનાવ્યા હતા. ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં ઉસ્માન ખ્વાજાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે કુલ 54 બોલનો સામનો કર્યો હતો. તેણે 38.89 ની સ્ટ્રાઇક રેટથી 21 રન બનાવ્યા હતા. ગાબા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં, ખ્વાજા કાંગારુઓ માટે પ્રથમ બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માં તેની છબી પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. તે સીરિઝની ત્રણેય મેચોમાં રમ્યો છે. તેણે અત્યાર સુધી પાંચ ઈનિંગમાં 55 રન બનાવ્યા છે.

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button