ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતીય બેટ્સમેનોનું કંગાળ ફોર્મ યથાવત્, પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે 185 રનમાં ઓલઆઉટ

Text To Speech

 સિડની, તા. 3 જાન્યુઆરી, 2025ઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. ભારતે મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો. તેના બદલે બુમરાહ કેપ્ટનશિપ કરી રહ્યો છે.

ભારતીય બેટ્સમેનોનું કંગાળ ફોર્મ ચાલુ રહ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ 72.2 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 26, જસપ્રિત બુમરાહે 22, શુભમન ગિલે 20, વિરાટ કોહલીએ 17 અને યશસ્વી જયસ્વાલે 10 રન બનાવ્યા હતા. તેમના સિવાય અન્ય બેટ્સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. કેએલ રાહુલે ચાર, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ અને મોહમ્મદ સિરાજે ત્રણ રન બનાવ્યા હતા. નીતીશ કુમાર ખાતું ખોલી શક્યો નહોતો. ઑસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે ચાર, મિશેલ સ્ટાર્કે ત્રણ, પેટ કમિન્સે બે તથા નાથન લિયોને એક વિકેટ લીધી હતી. દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાન પર 9 રન બનાવ્યા હતા અને હજુ ભારતથી 176 રન પાછળ છે.

Back to top button