ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમવાર પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કર્યું

Text To Speech

વૉશિંગ્ટનઃ ભારતે પેલેસ્ટાઇન વિસ્તારમાં ઇઝરાયેલ વસાહતોના નિર્માણની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. યુનાઇટેડ નેશન્સે પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલના કબજાની નિંદા કરતો ઠરાવ રજૂ કર્યો હતો. જેને ભારતે સમર્થન આપ્યું છે. પૂર્વ જેરુસલેમના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ઇઝરાયેલની વસાહતોની નિંદા કરતા ઠરાવને ભારત સહિત 145 દેશોએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત, 18 દેશો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા.

ગયા મહિને જોર્ડન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેમાં ગાઝામાં યુદ્ધને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી હતી. આ ઠરાવ પણ પ્રચંડ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો પરંતુ ભારત તેનાથી દૂર રહ્યું હતું. UNમાં જોર્ડન દ્વારા લાવવામાં આવેલા ઠરાવની તરફેણમાં 120 દેશોએ મતદાન કર્યું હતું અને 14 દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 45 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. જેમાં ભારત પણ સામેલ હતું. ભારત મતદાનથી દૂર રહ્યું હતું.

ભારતે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું

જોર્ડનના પ્રસ્તાવથી દૂર થયા બાદ ભારતનું વલણ સ્પષ્ટપણે ઇઝરાયેલ તરફ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે ભારતે પોતાની રણનીતિ બદલી છે અને પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું છે. ભારત સરકારના સ્ટેન્ડની અનેક વિપક્ષી પાર્ટીઓએ પણ પ્રશંસા કરી છે. ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે વસાહતીઓ દ્વારા પેલેસ્ટાઈન પર ઈઝરાયેલનો કબજો ગેરકાયદેસર છે. ભારતનું આ પગલું પ્રશંસનીય છે.

આ પણ વાંચો: ઇઝરાયેલે હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનીયેના ઘર પર મિસાઈલ દાગી

Back to top button