ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીયોના રોકાણથી અમેરિકામાં રોજગારી મળે છે, ટ્રમ્પના નિવેદન બાદ USAના રાજદૂતનું નિવેદન

Text To Speech

નવી દિલ્હી, તા.20 ડિસેમ્બર, 2024: ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ મોટું નિવેદન આપ્યું છે. બે દિવસ પહેલાં ડાનાલ્ડ ટ્રમ્પે ભારતીય પ્રોડક્ટ્સ પર હાઇ ટેરિફ લગાવવાની વાત કરી હતી. ટ્રમ્પના નિવેદન સંદર્ભે તેમણે કહ્યું કે, ભારત સાથે ઓછા ટેરિફ, નિષ્પક્ષ અને સમાન રૂપથી વ્યવહાર થવો જોઈએ. તેમણે અમેરિકામાં ભારતીયોની વધતી ભૂમિકા પર ભાર આપ્યો હતો.

ભારતમાં અમેરિકા રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું કે, ભારતીય રોકાણથી અમેરિકામાં રોજગારી મળી રહી છે. ભારતીય કંપનીઓ પણ અમેરિકામાં રોકાણ કરી રહી છે. ટ્રમ્પે તાજેતરમાં મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું, ભારત અમેરિકાની પ્રોડક્ટ્સ પર વધારે ટેરિફ લગાવે છે, તેના જવાબમાં તેમની સરકાર પણ ભારતીય પ્રોડ્ક્ટસ પર હાઇ ટેરિફ લગાવશે.


ટ્રમ્પે શું કહ્યું હતું?
મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, ‘જો તેઓ અમારા પર ઊંચા ટેરિફ લાદશે તો અમે પણ તેમના પર લાદીશું. તેઓ અમને કર, અમે તેમને કર. તેઓ લગભગ તમામ કેસોમાં અમારા પર ટેક્સ લગાવે છે, તેઓ અમારા પર ટેક્સ લગાવે છે અને અમે તેમના પર ટેક્સ લગાવતા નથી. તેમણે કહ્યું, ‘જો ભારત આપણા પર 100 ટકા ટેક્સ લાદે છે તો શું આપણે તેના પર બિલકુલ ટેક્સ ના લગાવવો જોઈએ?’ ટ્રમ્પે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકાના કેટલાક ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લાદે છે. ટ્રમ્પે કહ્યું, ‘જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, તો ઠીક છે, પરંતુ અમે તેમના પર પણ તે જ ટેક્સ લગાવીશું.’

ટ્રમ્પના કોમર્સ સેક્રેટ્રીએ સમર્થન આપ્યું
ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દોને આગામી કોમર્સ સેક્રેટ્રી હાવર્ડ લુટનિક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘ટ્રમ્પ સરકારમાં પારસ્પરિકતા એક મહત્ત્વપૂર્ણ વિષય હશે. તમે અમારી સાથે જે રીતે વર્તે છો તેવી જ રીતે તમારી સાથે વર્તવાની અપેક્ષા રાખવી જોઈએ. લુટનિકે કહ્યું કે કોઈ જે કંઈ કરશે, તેની સાથે પણ એવું જ કરવામાં આવશે.

Also Read: રવિચંદ્રન અશ્વિન વતન પરત ફર્યો, થયું ભવ્ય સ્વાગત, જૂઓ વીડિયો

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button