આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારત-અમેરિકાનો વેપાર 5 વર્ષમાં બમણો થશે, ટ્રમ્પ અને મોદી વચ્ચે બેઠક બાદ કરાર થયા

Text To Speech

વોશિંગ્ટન, 14 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદી અને ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં બંને દેશોનો વેપાર બમણો થશે.

પીએમ મોદીની બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર હતા. પીએમએ 2030 સુધીમાં ભારત-અમેરિકાના વેપારને બમણા કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે વર્ષ 2030 સુધીમાં અમારા દ્વિપક્ષીય વેપારને બમણા કરતા પણ વધુ 500 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચે રોકાણ વધશે

પીએમ મોદીએ કહ્યું કે અમારી ટીમ ટૂંક સમયમાં વેપાર કરાર પૂર્ણ કરવા પર કામ કરશે, જેનાથી બંને દેશોને પરસ્પર લાભ થશે. અમે ભારતની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેલ અને ગેસના વેપારને મજબૂત કરીશું. એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે.

તેમણે વધુમાં કહ્યું કે ભારતની સંરક્ષણ સજ્જતામાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યૂહાત્મક અને ભરોસાપાત્ર ભાગીદારો તરીકે અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના ટ્રાન્સફર તરફ સક્રિયપણે આગળ વધી રહ્યા છીએ. નવી ટેક્નોલોજી અને સાધનો આપણી ક્ષમતામાં વધારો કરશે.

ભારત અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર

રિપોર્ટ અનુસાર ભારત અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. એપ્રિલ-નવેમ્બર 2024માં બંને દેશો વચ્ચે 82.53 અબજ ડોલરનો વેપાર થયો હતો. અમેરિકાએ ભારતમાંથી $52.89 બિલિયનની આયાત કરી, જે ભારતની કુલ નિકાસના 18.6 ટકા છે.

ટ્રમ્પના કાર્યકાળમાં વેપાર વધ્યો હતો

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન, જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2021 સુધીના ચાર વર્ષમાં અમેરિકામાં ભારતની નિકાસમાં 22 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પના ફરી એકવાર પરત ફર્યા બાદ બંને દેશો વચ્ચે વેપાર વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર બિનહરીફ થયા, કેટલા વચ્ચે ટક્કર, આંકડા જાહેર

Back to top button