આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ઇનોવેશન ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ભારત-અમેરિકા વચ્ચે થયા MOU

સાન ફ્રાન્સિસ્કો (US), નવેમ્બર 15: ભારત-અમેરિકાએ ઇનોવેશન હેન્ડશેક દ્વારા ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે અમેરિકાના મંત્રી જીના રાયમોન્ડો અને ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ હાજર હતા. ભારત અને અમેરિકા વચ્ચેના આ કરારની રૂપરેખા ગયા વર્ષે જૂનમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તૈયાર કરાઈ હતી. પીએમ મોદીએ ગયા વર્ષે જ આ અંગેની જાહેરાત પણ કરી હતી.

પિયુષ ગોયલે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ MOU આર્થિક પ્રવૃત્તિ, રોકાણ આકર્ષિત કરવા અને રોજગારી પેદા કરવા માટે સફળ સાબિત થશે. પિયુષ ગોયલે IPEF મંત્રી સ્તરની બેઠકમાં તેમના US સમકક્ષ જીના રાયમોન્ડો સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. આ બેઠક દરમિયાન વધતાં ભારત-US વ્યાપારી સહકાર અને વ્યાપારી જોડાણ અંગે વાટાઘાટો કરાઈ હતી. આ ઉપરાંત, પિયુષ ગોયલે રાયમોન્ડો સાથે ‘ડીકોડિંગ ધ ઈનોવેશન હેન્ડશેકઃ US-ઈન્ડિયા એન્ટરપ્રેન્યોરશિપ પાર્ટનરશિપ’ નામના ઈન્ડસ્ટ્રી રાઉન્ડ ટેબલની સહ-અધ્યક્ષતા પણ કરી હતી.

ભારત અને યુએસે આ ઉપરાંત પરસ્પર વાણિજ્ય, ટેક્નોલોજી ટ્રાન્સફર, સેમિકન્ડક્ટર, 5G અને 6G ટેલિકોમ્યૂનિકેશન્સ અને ઓપન સોર્સ આધારિત ટેલિકમ્યૂનિકેશન નેટવર્ક, ક્વોન્ટમ અને એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગના ક્ષેત્રોમાં ટેક્નોલોજીના સંયુક્ત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

આ બેઠકમાં વિવિધ ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી કંપનીઓના CEO સાથે સ્ટાર્ટઅપ્સ અને સ્પેસ ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા કરાઈ હતી. ભારત-US અને અન્ય 12 ઈન્ડો પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) પાર્ટનર્સ દેશો પણ આઇપીઇએફ સપ્લાય ચેઇન રેઝિલિયન્સ કરાર પર હસ્તાક્ષર કરવા માટે જોડાયાં હતાં જેમાં ઑસ્ટ્રેલિયા, બ્રુનેઈ દારુસ્સલામ, ફિજિ, ઈન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિલીપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ આમાં સામેલ છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU થયા 

Back to top button