આંતરરાષ્ટ્રીયટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડવિશેષ

ન્યુઝીલેન્ડમાં રાષ્ટ્રપતિ મૂર્મૂની મોટી જાહેરાત, ઓકલેન્ડમાં ખૂલશે ભારતનું કૉન્સ્યુલેટ

Text To Speech

ન્યૂઝીલેન્ડ – 9 ઓગસ્ટ :  રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ શુક્રવારે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા અને ભારતીય પ્રવાસીઓને સુવિધા આપવા માટે ભારત ટૂંક સમયમાં ઓકલેન્ડમાં વાણિજ્ય દૂતાવાસ (કૉન્સ્યુલેટ) ખોલશે. તેઓ ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતાં.

ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશન વેલિંગ્ટનમાં છે. ન્યુઝીલેન્ડની વસ્તીના છ ટકા લોકો ભારતીય છે. ન્યૂઝીલેન્ડની પહેલી મુલાકાત પર રાષ્ટ્રપતિ મૂર્મૂએ કહ્યું કે, “ન્યુઝીલેન્ડ સાથે ભારતના સંબંધો ગહેરા અને વૈવિધ્યસભર છે,”

ન્યુઝીલેન્ડના વિકાસમાં ભારતીયોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

ન્યુઝીલેન્ડના વિકાસમાં ભારતીય પ્રવાસીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં જીવનના દરેક ક્ષેત્રમાં તમારો પ્રભાવ સ્પષ્ટ છે. તેમણે ન્યુઝિલેન્ડમાં રહેતા બિઝનેસ, હેલ્થ, એજ્યુકેશન અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની પ્રશંસા કરી હતી.

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા

તેમણે કહ્યું કે, ભારતીય પ્રવાસીઓએ તેમની મહેનત અને બલિદાન દ્વારા દેશના વિકાસ અને અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. મુર્મુએ કહ્યું કે તેમણે ગવર્નર જનરલ ડેમ સિન્ડી કિરો, વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી.

આ પણ વાંચો : સપ્તપદીના 7 નહિ પણ 8 ફેરા લીધા, કારણ જાણીને તમે પણ કરશો વિનેશ ફોગાટના વખાણ

Back to top button