ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ઋષભ પંતની વાપસી

Text To Speech

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીનો પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે. માર્ચ 2024 પછી ભારતીય ટીમની આ પ્રથમ રેડ-બોલ (ટેસ્ટ) શ્રેણી છે. છેલ્લી શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 4-1થી પરાજય થયો હતો. બીજી તરફ, આ શ્રેણી નવા ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ પ્રથમ રેડ બોલ સિરીઝ હશે.

આ 4 ખેલાડીઓને સ્થાન મળ્યું નથી

આ શ્રેણીની સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ વાપસી કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ તેણે બ્રેક લીધો હતો. આ ફાઈનલ 29 જૂને યોજાઈ હતી. તેમજ ધ્રુવ જુરેલને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યર, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ ટેસ્ટ માટે જગ્યા મળી નથી.  કેએલ રાહુલનો બેટ્સમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવને સ્પિનર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

પંત 634 દિવસ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે

ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર રિષભ પંત પર પણ બધાની નજર હતી. પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. રોડ અકસ્માત બાદ તે ટીમની બહાર હતો. આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ શ્રેણી ઘણી મહત્વની રહેશે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ., જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

Back to top button