ભારતે બાંગ્લાદેશના મેડીકલ વિસા નકાર્યા, ચીન માટે માર્ગ મોકળો!


નવી દિલ્હી, 20 માર્ચઃ ભારતે બાંગ્લાદેશ સાથે વણસેલા સંબંધોને કારણે હાલમાં સ્ટાફની અછત હોવાનું કારણ આગળ ધરીને બાંગ્લાદેશની મેડીકલ વિસાના સામાન્ય વોલ્યુમો ફરી કરવાની માંગ સામે ભારત આંખ આડા કાન કરી રહ્યુ છે અલબત્ત કહીએ તો નકાર્યા છે. આને કારણે ચીનને સમાન પ્રકારની સેવા આપવાની તક આપવાનો માર્ગ મોકળો બન્યો છે.
નોંધનીય છે કે 2023માં ભારત દ્વારા મોટા ભાગના વિસા બાંગ્લાદેશીઓને આપવમાં આવ્યા હતા, જેમાં ભારતમાં પોષણક્ષમ તબીબી સારવાર કરાવવા ઇચ્છતા લોકો અને બંગાળી બોલતા સ્ટાફનો સમાવેશ થયો હતો, જેની પાછળનો હેતુ બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાનો અને ચીનના પ્રાદેશિક પ્રભૂત્વ ઘટાડવાનો હતો.
બાંગ્લાદેશના સૂત્રોએ જણાવ્યું હતુ કે જ્યારે કોઇ પણ ખાલી જગ્યા હોય છે ત્યારે તેને બીજા દ્વારા ભરવામાં આવશે, તેમાં મોટા ભાગના રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. હવે અમુક લોકો થાઇલેન્ડ અને ચીન જવા માંડ્યા છે. ઓગસ્ટથી ભારતે કામકાજના પ્રત્યેક દિવસે 1,000 કરતા ઓછા મેડીકલ વિસા આપ્યા છે,જે અગાઉ દૈનિક 5થી 7 હજાર જેટલા અપાતા હતા.
બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીના બાદ નોબેલ શાંતિ પુરસ્કાર મેળનાર મુહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર સ્થાપિત થયા બાદ વિસા આપવાની સંખ્યામાં ઘટાડો થયો છે.
નોંધનીય છે કે ઑગસ્ટમાં શેખ હસીનાને પોતાની સામેના વિરોધથી ભાગીને નવી દિલ્હીમાં આશરો લીધો હતો, અને બાંગ્લાદેશની તેને ટ્રાયલ માટે ઘરે મોકલવાની વિનંતીનો ભારતે જવાબ આપ્યો ન હતો.
2023માં, ભારતે બાંગ્લાદેશીઓને 2 મિલિયનથી વધુ વિઝા આપ્યા હતા, જેમાંથી મોટાભાગના તબીબી આધારના પર હતા એમ બંને દેશોના સરકારી ડેટા દર્શાવે છે. પરંતુ ત્યારથી ભારતે વિસા એપ્રુવલમાં ઘટાડો કરતા ચીન માટે એક આકર્ષક માર્ગ ખુલ્યો છે.
ચીનના રાજદૂત, યાઓ વેને જણાવ્યું હતું કે, આ મહિને જ, બાંગ્લાદેશીઓના એક જૂથે “મેડિકલ ટુરિઝમ માર્કેટની સંભવિતતા” શોધવા માટે, સારવાર માટે દક્ષિણ-પશ્ચિમ પ્રાંત યુનાનની મુલાકાત લીધી હતી અને વચગાળાની સરકારે સત્તા સંભાળી ત્યારથી તેની ઓછામાં ઓછી 14 કંપનીઓએ બાંગ્લાદેશમાં 230 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે તે સમયગાળામાં કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ ટીવીએ પોતાની ઓળખ ગુમાવી, જાણો ટીવી પર દેશની સૌપ્રથમ ઍડ કઇ હતી?