ભારત રશિયા પાસેથી 248 મિલીયન ડોલરમાં બેટલ ટેન્ક ખરીદશે


નવી દિલ્હી, 8 માર્ચઃ ભારતે રશિયાની સોવિયેત યુગની બેટલ ટેન્ક ખરીદવા માટે રશિયાના શસ્ત્ર નિકાસકાર રોસોબેરોનએક્સપોર્ટ સાથે 248 મિલીયન ડોલરનો સોદો કર્યો છે એમ સંરક્ષણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યુ હતુ. T-72 ટેન્ક જેને ભારતમાં સૌપ્રથમ વખત 1970માં ભારતના ળશ્કરી કાફલામાં મુકવામાં આવી હતી. તે હાલમાં 2500 જેટલી આવી બેટલ ટેન્કસ ધરાવે છે જેમાં 780 હોર્સપાવર (એચપી)નું એન્જિન ધરાવે છે.
ખરીદવામાં આવનારી નવી 1,000 એચપી એન્જિન્સ કાફલામાં હાલમાં સમાવિષ્ટ બેટલ ટેન્કનુ સ્થાન લેશે જેથી યુદ્ધના મેદનામાં મોબિલીટીમાં વધારો કરી શકાય છે અને ભારતીય લશ્કરની આક્રમણની ક્ષમતામાં વધારો કરી શકાય.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં જણાવ્યું હતુ કે આ બેટલ ટેન્કના સોદામાં રોબોનબેરોનએક્સપોર્ટ પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે તે ભારત સરકારની આર્મર્ડ વ્હિકલ્સ નિગમ લિમીટેડને તબદિલ કરાશે જેથી પરવાનાવાળા એન્જિન્સનું ઉત્પાદન કરી શકાય.
ભારત વિશ્વમાં શસ્ત્રનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને રશિયા દાયકાઓથી બેટલ ટેન્ક સહિતના સંરક્ષણને લગતા શસ્ત્રોનો દાયકાઓથી નિકાસકાર દેશ રહ્યો છે. મોસ્કોની સિસ્ટમ્સ પૂરી પાડવાની ક્ષમતા તેના યુક્રેન સાથેના યુદ્ધથી નબળી પડી હોવા છતાં પણ નવી દિલ્હીને સપ્લાયર્સ માટે તેની તરફ નજર નાખવા માટે પ્રેરીત કરી છે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન મેચમાં ગિલને આઉટ કર્યા બાદ નખરા કરનારા બોલરે માફી માગી, કોહલીને ચેલેન્જ આપવી ભારે પડી